Home> Gujarat
Advertisement
Prev
Next

જાહેરમાં રાહુલ ગાંધીને કિસ કરનાર મહિલાએ જુઓ બાદમાં શું કહ્યું?

 રાહુલના આગમન બાદ એક ગજબનો કિસ્સો બન્યો હતો. સ્વાગત દરમિયાન એક મહિલાએ રાહુલ ગાંધીના ગાલ પર કિસ કરી હતી. ત્યારે મહિલાનો કિસ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે ઝી 24 કલાકે આ મહિલા સાથે વાત કરી હતી.

જાહેરમાં રાહુલ ગાંધીને કિસ કરનાર મહિલાએ જુઓ બાદમાં શું કહ્યું?

ગૌરવ પટેલ/વલસાડ : રાહુલ ગાંધીએ આજે ગુજરાતના ધરમપુરથી લોકસભા 2019ની ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા. તેમની સભામાં મોટી સંખ્યામાં લોકજુવાળ એકઠું થયું હતું. સમગ્ર સભામાં રાહુલ રાહુલના નારા લાગ્યા હતા. ત્યારે રાહુલના આગમન બાદ એક ગજબનો કિસ્સો બન્યો હતો. સ્વાગત દરમિયાન એક મહિલાએ રાહુલ ગાંધીના ગાલ પર કિસ કરી હતી. ત્યારે મહિલાનો કિસ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે ઝી 24 કલાકે આ મહિલા સાથે વાત કરી હતી.

fallbacks

રાહુલ ગાંધીને કિસ કરનાર મહિલાનું નામ કાશ્મીરાબેન મુન્શી છે. આજે સભામાં ભરૂચ કોંગ્રેસની મહિલાઓને રાહુલ ગાઁધીનું સ્વાગત કરવાની તક મળી હતી. ત્યારે ભરૂચ કોંગ્રેસની મહિલા સદસ્ય કાશ્મીરાબેન રાહુલ ગાંધી પાસે જતા જ તેમને કિસ કરી હતી. ત્યારે આ પારસી મહિલા કાશ્મીરાબેને મીડિયાને કહ્યું કે, હું ખુશ છું, આવો મોકો મને જીવનમાં ક્યારેય નહિ મળે. મને ખબર જ નહિ કે આજે વેલેન્ટાઈન ડે છે. નીચે આવીને ખબર પડી કે આજે આ દિવસ છે. તમારો વેલેન્ટાઈન કોઈ પણ હોઈ શકે. મિત્ર, પિતા કે પછી નેતા પણ. રાહુલ ગાંધી એક બ્રોડ માઈન્ડેડ, ઈન્ટેલિજન્ટ પર્સ છે. 

48 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાશ્મીરાબેને કિસ અંગે વાત કરી કે, હું પારસી છું, તેથી પારસીઓમાં આવી રીતે ચુંબન કરવાની એક પ્રથા છે. રાહુલ ગાંધીને મળવાનું છે, તો મને રાત્રે ઊંઘ પણ આવી ન હતી. 
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More