Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી કુદીને મહિલાનો આપઘાત

સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી કુદીને મહિલાનો આપઘાત

સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી એક મહિલાએ કુદીને આપઘાત કર્યો છે. મહિલા નીચે પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાદ દરમિયાન આ મહિલાનું મોત થયું હતું. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે આપઘાતના મામલે પોસીલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

fallbacks

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મયુરનગરમાં રહેતા વિજય સિંઘ નામના પુરૂષ સાથે શિલ્પી નામની મહિલાના લગ્ન 2015માં થયા હતા. હાલમાં આ યુવતી પોતાના પિતાના ઘરે રહેતી હતી. આ મહિલાને પોતાના સાસરિયા સામે કોઈ મુદ્દે કેસ કર્યો હતો અને આ કેસ હજુ સુધી ચાલી રહ્યો છે. 

નવમાં માળેથી મહિલાએ છલાંગ લગાવતા તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારે તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. માથાના ભાગે ઈજા થતા લોહી વધુ વહી ગયું હતું. આ કારણે મહિલાએ જીવ ગુમાવ્યો છે. 

આ ઘટનામાં જાણવા મળ્યું કે, શિલ્પીનો પોતાના પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હતો. આ કેસ બાબતે તે શનિવારે કોર્ટમાં આવી હતી. હાલનો શિલ્પીના પરિવારજનો તેના પતિ પર આક્ષેપ કરી રહ્યાં છે. તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More