Home> Gujarat
Advertisement
Prev
Next

કેન્દ્ર સરકાર દ્વાર ટ્રિપલ તલાક બિલ પાસ કર્યાના 24 કલાકમાં જ અમદાવાદમાં પતિએ પત્નીને આપ્યા તલાક

અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી સના શેખના લગ્ન તેના જ સમાજમાં થયા હતા. લગ્ન દરમિયાન તેને બે બાળકીઓ પણ છે. ગઇકાલે સનાના પતિએ તેની પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ સનાએ તેની માગણીનો ઇન્કાર કરતા તેના પતિએ પહેલા તો બાળકીઓને માર માર્યો હતો

કેન્દ્ર સરકાર દ્વાર ટ્રિપલ તલાક બિલ પાસ કર્યાના 24 કલાકમાં જ અમદાવાદમાં પતિએ પત્નીને આપ્યા તલાક

જાવેદ સૈયદ, અમદાવાદ: હજી ગઇકાલે જ રાજ્યસભામાં મુસ્લિમ મહિલાઓને લાગતું ટ્રિપલ તલાક બિલ પાસ થયું છે. ત્યારે શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના પતિ દ્વારા ત્રણ તલાક આપવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ ટ્રિપલ તલાક આપવા મુદ્દે યુવતીએ પતિ અને સાસરિયા વિરૂધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

fallbacks

વધુમાં વાંચો:- મોડાસા: જીઆઇડીસીની બિસ્કિટ કંપનીમાં ભીષણ આગ, 100 કરોડથી વધુનું નકસાન

અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી સના શેખના લગ્ન તેના જ સમાજમાં થયા હતા. લગ્ન દરમિયાન તેને બે બાળકીઓ પણ છે. ગઇકાલે સનાના પતિએ તેની પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ સનાએ તેની માગણીનો ઇન્કાર કરતા તેના પતિએ પહેલા તો બાળકીઓને માર માર્યો હતો. ત્યારબાદ તેની પત્નીને માર માર્યો હતો.

વધુમાં વાંચો:- ગંદા પાણીથી ખેતી કરતા દેશોમાં ભારત ટોપ 5માં, ગુજરાતમાં થાય છે મબલક ઝેરી શાકભાજી

આ બનાવ બાદ સના બંને બાળકીઓને લઇને તેના માતા-પિતાના ઘરે આવી ગઇ હતી. થોડક જ સમયમાં સનાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્રણ વાર તલાક... તલાક... તલાક... બોલી સનાને ટ્રિપલ તલાક આફી જતો રહ્યો હતો. ત્યારે પતિ દ્વારા તલાક આપતા સનાએ કેરોસીન પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

વધુમાં વાંચો:- સુરત: બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમે અબુ ધાબીથી ધવલ માવાણીની કરી ધરપકડ

આ સમગ્ર મામલાની જાણ સનાના પિતાને થતા તેમણે તેને તાત્કાલીક સારવાર અર્થે એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની જાણ કારંજ પોલીસને કરતા પોલીસ હાલ સનાનાં પતિ સહિત સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More