Home> Gujarat
Advertisement
Prev
Next

એક યુવતીના 27થી વધુ વખત લગ્ન કરાવનાર ભેજાબાજ મહિલા ઝડપાઇ

લગ્ન (Marriage) ની આ છેતરપીંડીના ગુનાની વિગત જોતા વહીદા ઉર્ફે મુન્ની ઉર્ફે મિનાં અલંકારખા પઠાણ રહેવાસી રુંગટા સ્કૂલની પાછળ સુથીયા પુરાની ખાડીમાં આ મહીલાઍ તેની પાડોશમાં રહેતી છોકરીને લગ્ન કરાવી આપવાની લાલચ આપી ફસાવી હતી.

એક યુવતીના 27થી વધુ વખત લગ્ન કરાવનાર ભેજાબાજ મહિલા ઝડપાઇ

ભરત ચુડાસમા, ભરૂચ: ગુજરાત (Gujarat) તેમજ દેશ (India) ના અન્ય વિસ્તારોમાં પણ લગ્ન અંગેના કૌભાંડ (Froud) ચાલી રહ્યા છે. એક જ યુવતીના 27 થી વધુ  અલગ અલગ લગ્ન કરાવનાર મહીલા ઝડપાઇ હતી. આરોપી મહિલાએ યુવતીનું જાતીય શોષણ પણ કરાવ્યું હતું. ભોગ બનનાર યુવતીએ મલેશિયા ખાતે પોલીસને જાણ કરતા મલેશિયા (Malesiya) પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરતા ચાર વર્ષ જેલ (Jail) માં રહી હતી.

fallbacks

લગ્ન (Marriage) ની આ છેતરપીંડીના ગુનાની વિગત જોતા વહીદા ઉર્ફે મુન્ની ઉર્ફે મિનાં અલંકારખા પઠાણ રહેવાસી રુંગટા સ્કૂલની પાછળ સુથીયા પુરાની ખાડીમાં આ મહીલાઍ તેની પાડોશમાં રહેતી છોકરીને લગ્ન કરાવી આપવાની લાલચ આપી ફસાવી હતી. જુદા જુદા નામ સાથેના બોગસ દસ્તાવજો ઉભા કરી એકજ યુવતીના 27 કરતા વધુ લગ્નો અલગ અલગ યુવાનો સાથે કરાવી છેતરપીંડી (Froud) કરી હતી. 

દારૂની હેરાફેરી માટે બુટલેગરનો અનોખો કીમિયો, તેલનો ડબ્બો કટર વડે કાપતાં પોલીસ ચોંકી ઉઠી

ભરૂચ (Bharuch) બી ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે ગુનો પણ જેતે સમયે નોંધવામાં આવ્યો હતો. ગુજરાત (Gujarat) ના જુદા જુદા વિસ્તારમાં લગ્નના નામે છેતરપીંડીના કારસા કરતી આ આરોપી મહીલા યુવતી સાથે મલેશિયા (Malesiya) જતી રહી હતી. અને ત્યાં પણ યુવતી પાસે દેહ વિક્ર્યનો ધધો કરાવવા માંગતી હોય અને યુવતીને પસંદ ન હોય તેણે વિરોધ કર્યો હતો તેથી મલેશિયા પોલીસ ને જાણ કરી હતી. જેથી મલેશિયા (Malesiya) પોલીસે આરોપી મહિલાની અટક પણ કરી ચાર વર્ષ સુધી જેલની હવા ખાધી હતી.

લ્યો બોલો- જમીનના એક ટુકડા માટે સરકારના જ બે વિભાગો આમને-સામને આવી ગયા, મામલો પોલીસ સુધી પહોંચ્યો

ભરૂચ (Bharuch) જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા - ફરતા આરોપી પકડવા માટે તથા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલ ફરારી કેદી આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ. બી.ડી.વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . 

દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેર ‘બી ' ડીવી પો.સ્ટે . ના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર મહિલા આરોપી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણ રહે . રૂંગટા સ્કુલની પાછળ, સુથીયાપુરાની ખાડી, ને તા. તેના ઘર ખાતેથી અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર એ ડિવિ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More