Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણા બાદ હવે અમદાવાદની મહિલા પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ

તાજેતરમાં જ મહેસાણાની એક પોલીસકર્મીનો પોલીસ મથકની અંદર બનાવેલો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે મહેસાણા જિલ્લા પોલીસવડા નિલેશ જાજાડીયાએ શિસ્તભંગાના પગલાના ભાગ રૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી છે.

મહેસાણા બાદ હવે અમદાવાદની મહિલા પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ

જાવેદ સૈયદ, અમદાવાદ: તાજેતરમાં જ મહેસાણાની એક પોલીસકર્મીનો પોલીસ મથકની અંદર બનાવેલો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે મહેસાણા જિલ્લા પોલીસવડા નિલેશ જાજાડીયાએ શિસ્તભંગાના પગલાના ભાગ રૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી છે. ત્યારે આજે ફરી અમદાવાદની એક મહિલા પોલીસકર્મીનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે.

fallbacks

વધુમાં વાંચો:- દિલ્હી પીડિત મહિલાની ફરિયાદ બાદ IAS અધિકારી ગૌરવ દહિયા ગયા ક્યાં?

એક બાજુ શિસ્ત અને ડિસીપ્લીનની વાત કરતી ગુજરાત પોલીસ પણ હવે શિસ્ત ભંગ કરતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. જેમાં આજના યુવક યુવતીઓ તો ટિકટોકના નશામાં ડૂબી ગયા છે. ત્યારે પોલીસ પણ હવે ટિકટોકના નશાથી બાકાત રહી નથી. આજે અમદાવાદના શાહીબાગ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતી સંગીતા પરમારનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે.

વધુમાં વાંચો:- વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઇ PM મોદી સપ્ટેમ્બરમાં ગુજરાત પ્રવાસે

સંગીતા પરમારના ટિકટોક એકાઉન્ટમાં સંગીતાએ ઘણા વીડિયો અપલોડ કર્યા છે. જેમાં પોતે પોલીસના ડ્રેસમાં અને પોલીસ મથકની અંદર તથા પોલીસ લોકઅપ પાસે વીડિયો બનાવ્યા છે અને પોતે જ પોતાના ટિકટોક એકાઉન્ટ પર અપલોડ કર્યા છે.

વધુમાં વાંચો:- ભારે વરસાદથી નવસારી-ડાંગમાં ઘોડાપૂર, ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ

શાહીબાગ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી સંગીતા પરમારનો ટિકટોક વાયરલ થવાના સમાચાર ઝી 24 કલાકે પ્રસારિત મહિલા પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીની જોસેફ પણ એક્સનમાં આવી ગયા હતા. મહિલા પોલીસની તપાસ હાથ ધરી અને તમામ વીડિયો કબજે કર્યા છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે હીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More