Home> Gujarat
Advertisement
Prev
Next

સરકાર કોરોનાનાં નામે અમને બંધક બનાવવા માંગે છે તેવું કહી કાળુપુરમાં મહિલાઓનો હોબાળો

કોરોના વાયરસને પગલે છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે મીડિયાનું સંબોધન કર્યું હતું. લોકડાઉનમાં 1282 ગુના નોંધાયા છે અને 3000 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સરકાર કોરોનાનાં નામે અમને બંધક બનાવવા માંગે છે તેવું કહી કાળુપુરમાં મહિલાઓનો હોબાળો

અમદાવાદ : કોરોના વાયરસને પગલે છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે મીડિયાનું સંબોધન કર્યું હતું. લોકડાઉનમાં 1282 ગુના નોંધાયા છે અને 3000 થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

fallbacks

અમદાવાદમાં ધનપતિઓથી ધમધમતો ઇસ્કોન મેગામોલ બન્યો ગરીબોનું આશ્રયસ્થાન

પોલીસ કમિશ્રર આશિષ ભાટીયાએ જણાવ્યું કે, લોકડાનમાં જમાલપુર ઉપરાંત કાલુપુર વિસ્તારમાં પણ ડ્રોનથી જાહેરાત કરીને લોકોને એકત્ર નહી થવા માટે સુચના આપવામાં આવી છે. અમદાવાદમાં લોકડાઉન દરમિયાન 207 સિનિયર સિટીઝનને તપાસ કરી પોલીસે તમામ જરૂરી મદદ પુરી પાડી છે. 

સુરતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું, 19માંથી 9 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર અથવા શહેરની શાંતિ ડહોળાય તેવા મેસેજ કરનારા લોકો વિરુદ્ધ 4 ગુના નોંધવામાં આવ્યા છે. મુસ્લિમો શાકભાજીને થુક લગાવે છે તેવી પોસ્ટ વાઇરલ કરવા મુદ્દે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે કિસ્સામાં મુકેશ પાટીલ નામનાં શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. 

PM મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર આચાર્ય નુરમોહમ્મદ મલેકની ધરપકડ

કાલુપુરમાં ક્વોરોન્ટાઇન મુદ્દે હોબાળો
કાલુપુરનાં મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારને માસ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. જો કે સ્થાનિક મહિલાઓએ હોબાળો કર્યો હતો. આ મહિલાઓ દ્વારા અમને કશુ જ નહી થાય સરકાર અમને બંધક બનાવવા માંગે છે રોગનાં નામે તેવો આરોપ લગાવીને હોબાળો કરવામાં  આવ્યો હતો. હોબાળો ઉગ્ર થતો જોઇને આરએએફ અને પોલીસનો વધારાનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More