ચેતન પટેલ /સુરત: આજે સમગ્ર દેશ સહિત વિશ્વમા મહિલા દિનની ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ જેસીઆઇની મહિલાઓએ અનોખી રીતે મહિલા દિનની ઉજવણી કરી હતી. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે મેરેથોન દોડનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ.
જેમાં મોટી સંખ્યામાં મહિલઓ ઉમટી પડી હતી. મહિલાઓની સમસ્યા, બ્રેસ્ટ કેન્સર સહિતના તમામ મુદ્દાઓને લઇ મહિલાઓમા અવેરનેસ આવે તેવા ઉદ્દેશથી આ દોડનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. મોટી સંખ્યામા મહિલાઓ તેમજ યુવાવર્ગએ આ મેરેથોન દોડમાં ભાગ લઇ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.
મહિલાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે અને સમાજમાં મહિલાઓના મહત્વને સમડજે તે હેતુથી ડાયમંડ સીટી સુરતમાં જેસીઆઇની મહિલાઓએ અનોખી રીતે વુમન્સ ડેની ઉજવણી કરી હતી. સુરતમાં ભગવાન માહાવીર કોલેજ પાસે મેરોથોન દોડમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મહિલાઓએ અનેક મુદ્દાઓને લઇને અવેરનેસ આવે માટે મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે