Home> Gujarat
Advertisement
Prev
Next

Pushpa સ્ટાઈલથી ગુજરાતમાં થતી લાકડાની હેરાફેરીનું નેટવર્ક પકડાયું, વિદેશમાં સપ્લાય કરાતું

Wood Smuggling Like Puphpa-2 : ગુજરાતના જંગલમાંથી ખેર લાકડાની ચોરી કરીને અન્ય રાજ્યો મારફતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાવાનું નેટવર્ક પકડાયું

Pushpa સ્ટાઈલથી ગુજરાતમાં થતી લાકડાની હેરાફેરીનું નેટવર્ક પકડાયું, વિદેશમાં સપ્લાય કરાતું

Surat News સુરત : ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. લાકડાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય ખેર લાકડા હેરાફેરી અંગે વન મંત્રી મુકેશ પટેલ માહિતી આપી. આ રેકેટ વિશે જાણ્યા બાદ તમે પણ એમ જ કહેશો કે આ તો પુષ્પા-2 ફિલ્મમાં બતાવવામાં આવેલા નેટવર્ક જેવું છે. 

fallbacks

તારીખ 14 જુન, 2024 ના રોજ માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ખેરના લાકડાની તસ્કરી કરતો ટ્રક પકડી પાડવામાં આવી હતી. જેના આધારે વ્યારા અને સુરત વનવિભાગ ધ્વા૨ા ૧૭ જૂન ૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલ શાલીમાર એન્ટપ્રાઈઝ ડેપોમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમ્યાન ૨૦૫૫ મેટ્રીક ટન માલ પકડવામાં આવ્યો હતો. સુરત તથા વ્યારા વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મહારાષ્ટ્રના અકકલકુવા ખાતે રેડ કરવામાં આવી હતી. 

અકકલકુવા ડેપોમાંથી માતબર પ્રમાણમાં ખે૨ના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલીરાજપુર અને અકકલકુવા વચ્ચે થયેલ નાણાંકીય વ્યવહા૨ના ૪ કરોડથી વધુના ટર્નઓવરનું લિસ્ટ મળી આવ્યું હતું. આ ગુનામાં એક આરોપીના મોબાઈલમાંથી રૂા. ૨૦ ની નોટના ટુકાડાનો ફોટો મળી આવ્યો હતો. જેમાં હવાલા કૌભાંડ થયાનું બહાર આવતા ઈ.ડી. માં ફરીયાદ કરવામાં આવી હતી. 

ગુજરાતમાં અચાનક ઢળીને મોતને ભેટી રહ્યાં છે બાળકો, સુરતમાં જમતા જમતા 9 વર્ષીય બાળકીનુ

ઇ.ડી દ્વારા ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી માં અલગ અલગ જગ્યા રેડ કરાઈ હતી. મહારાષ્ટ્રના અકકલકુવા તથા મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેના શાલીમાર એન્ટપ્રાઈઝ નામનો ડેપાનું નામ સામે આવ્યું હતું. આ ગુનાનો મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાસીયાની મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમ્યાન મહારાષ્ટ્ર ચિતલિકામાં ગેર કાયદેસર ચાલતી સચિન કથા ફેક્ટરી અને વિક્રાંત કથા ફેકટરી લાયસન્સ વગરની ચાલતી ગેરકાયદેસર ફેકટરી મળી આવી હતી. રિમાન્ડ દરમ્યાન હરીયાણાની કરનાલ ખાતેની શુભ કથા ફેકટરી અને સોનીપત ખાતેની એસ.કે. એન્ટરપ્રાઈઝ કથા ફેકટરીમાંથી ખેર લાકડા લેતીદેતીના તથા ફેકટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે. કથા ફેક્ટરીમાંથી કથા બિસ્કીટો બનાવી વિદેશની માર્કેટમાં સપ્લાય થતું હતું. જેથી માલિકોને નોટિસ અપાઈ છે. 

પાટીદાર દીકરીના કેસમાં આખરે બોલ્યા રૂપાલા, ‘પોલીસે સમગ્ર ઘટનામાં કરી ઉતાવળ’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More