શૈલેષ ચૌહાણ/હિંમતનગર: શહેરના મુખ્ય રસ્તાઓ અને બજાર વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે પાલિકા નિષ્ફર કામગીરીથી સ્થાનિકો પરેશાન થયા છે. તો હવે બજાર સહિત મુખ્ય રસ્તા પર અડચણ રૂપ રખડતા પશુઓને પોલીસ વિભાગ હટાવશે અને પશુ માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હિંમતનગર શહેરના બજાર વિસ્તાર સહિત મુખ્ય રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ વધવા લાગ્યો છે. રખડતા પશુઓને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના બનાવો સામે આવતા હોય છે. સાથેજ અનેક વાર રખડતા પશુઓના કારણે અકસ્માતો પણ થતા હોય છે. ત્યારે બજારમાં આવતા વાહનચાલકો સહિત રાહદારીઓ રખડતા પશુઓનો ભોગ બનતા હોય છે. ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવાતા નથી.
પાલિકા દ્વારા રખડતા પશુઓને હટાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ એજન્સીના મળતા પાલિકાના માણસો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાંથી રખડતા પશુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતો નથી. ત્યારે પાલિકાની કામગીરી પાર શંકા ઉપસી આવે છે એક તરફ પાલિકા દાવો કરી રહી છે કે, 30 જેટલી ગાયોને પકડી 2000 જેટલો દંડ વસૂલીને માલિકોને પરત કરેલ છે, અને 108 જેટલી ગાયોને પકડી મોકલી અપાઇ છે. તો બીજી તરફ શહેરના મુખ્ય બજાર અને મુખ્ય રસ્તાઓ પર રખડતા પશુઓ હજુ પણ અડિંગો જમાવી રહ્યો છે ત્યારે પાલિકા ની કામગીરી પર શંકા ઉપસી આવે છે.
એક તરફ પાલિકાના સત્તાધીશો દ્વારા રખડતા પશુઓને હટાવવાની કામગીરી ચાલુ હોવાનો દાવો તો કરી રહ્યા છે. પરંતુ હિંમતનગરના મુખ્ય બજાર સહિત શહેરના માર્ગો પર ગાયોના અડિંગાના કારણે સ્થાનિકો અને વાહનચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સાથેજ ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ સર્જાય છે ત્યારે વિભાગ દ્વારા ગાયો ને હટાવવા માટે મેદાને આવ્યું છે.
હિંમતનગર શહેરના એ ડીવીજન પોલીસ મથકે પશુ પાલકો સાથે બેઠક યોજી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અને ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા ગાયોને પકડી પાંજરાપોર મુકવામાં આવશે અને પશુ માલિકો સામે કાર્યવાહી પણ હાથ ધરવાનું બેઠકમાં સૂચન કરાયું છે ત્યારે હવે પાલિકાએ કરવાની કામગીરી પોલીસે ઉપાડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે