મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતી છે. ત્યારે ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે ખેતરમાં વસતા પરપ્રાંતિય મજૂર દંપત્તીની શનિવારે મધરાતે કોઇ અજાણ્યા શખ્સોની બેરહેમીથી હત્યા કરી છે. આ બનાવ અંગે રવિવારે સવારે ગામના જ કોઇ એક વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો દાખલ કરીને બંન્ને બોડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
સોસાયટીની ક્રિકેટ બગાડશે તમારૂ ભવિષ્ય, હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ થાય તો 100 નંબરનો સંપર્ક કરો
પ્રાથમિક તપાસમાં હત્યા આડા સંબંધમાં કરવામાં આવી હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. ઓટાળાની સીમમાં મધરાતે શ્રમજીવી દંપત્તીની હત્યા થતા કારીબેન અને દશરથ વસાવાના ચાર માસુમ બાળકો નોધારા બન્યા છે. જ્યારે પોલીસ પહોંચી તો બાળકો તેની માંના મૃતદેહને વિંટળાઇને કલ્પાંત કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે