Home> Gujarat
Advertisement
Prev
Next

IND vs PAK: અમદાવાદમાં પાકિસ્તાની ક્રિકેટરોના ભવ્ય સ્વાગતે વિવાદ પકડ્યો, વીડિયો થયા વાયરલ

INDvsPAK: અમદાવાદમાં પાકિસ્તાન ટીમનો એક વીડિયો વાયુવેગે થઈ રહ્યો છે વાયરલ. સતત આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેને લઈને મેચ પહેલાં જ એક મોટો વિવાદ ઉભો થયો છે.

IND vs PAK: અમદાવાદમાં પાકિસ્તાની ક્રિકેટરોના ભવ્ય સ્વાગતે વિવાદ પકડ્યો, વીડિયો થયા વાયરલ

World Cup 2023: હૈદરાબાદમાં પોતાની પ્રથમ બે મેચ રમી રહેલી પાકિસ્તાની ટીમ જ્યારે અમદાવાદ પહોંચી ત્યારે બાબર સેનાનું ગુજરાતના સૌથી મોટા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક લોકોને આ આગતા સ્વાગતા કરવાની રીત પસંદ આવી નથી.

fallbacks

વર્લ્ડ કપ 2023માં ભારત સામે ત્રીજી મેચ રમવા માટે પાકિસ્તાની ટીમ ગુજરાત પહોંચી છે. અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં પાકિસ્તાની ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરંપરાગત ગુજરાતી પોશાક ચણીયા ચોલી પહેરેલી કેટલીક છોકરીઓ ડાન્સ કરી રહી હતી. આકાશમાંથી ફુલો અને ફુગ્ગાઓ ઉડતા હતા. ઢોલથી ભવ્ય સ્વાગત થઈ રહ્યું હતું. પરંતુ કેટલાક લોકોને સ્વાગતની આ રીત બિલકુલ પસંદ ન આવી. હવે સોશિયલ મીડિયા પર લોકો ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સાથે BCCIને પણ દોષી ઠેરવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે છોકરીઓને ખેલાડીઓની સામે ડાન્સ કરાવવાની શું જરૂર હતી.

 

 

યુઝર આઈડી @Pun_Starr સાથે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, 'જ્યારે હૈદરાબાદમાં ભીડે ડીજેના નારાને આગળ વધારતા 'પાકિસ્તાન જીતશે'ના નારા લગાવ્યા ત્યારે આઈટી સેલના લોકોએ ભીડને રાષ્ટ્ર વિરોધી ગણાવી હતી. હવે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં છે. અહીં BCCIએ તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી હતી. છોકરીઓ નૃત્ય કરી રહી છે અને ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. શું BCCI પણ દેશ વિરોધી છે?

અમદાવાદમાં પોલીસ તૈયાર-
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના મોટેરા વિસ્તારમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારત-પાકિસ્તાન મેચની 50 નકલી ટિકિટો છાપીને લોકોને 3 લાખ રૂપિયામાં વેચવા બદલ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચાર આરોપીઓમાંથી ત્રણની ઉંમર 18 વર્ષ છે જ્યારે ચોથો 21 વર્ષનો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પહેલા મેચની ઓરિજિનલ ટિકિટ ખરીદી હતી અને પછી આરોપીની એક દુકાનમાંથી ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તે ઓરિજિનલ ટિકિટની સ્કેન કૉપી એડિટ કરી હતી. લગભગ 200 નકલી ટિકિટો છાપવામાં આવી હતી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More