Home> Gujarat
Advertisement
Prev
Next

World Environment Day 2021: રાજકોટની મહિલા નર્સરીઓમાં એક માતાની જેમ બાળ રોપાનો ઉછેર કરે છે મહિલાઓ

પર્યાવરણની જાળવણીએ આજે સૌથી મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે. વધતા જતા પ્રદૂષણને કારણે અનેક બીમારીઓ અનેક તકલીફો ઉભી થાય છે. એજ કારણ છેકે, દુનિયાના દેશો પણ ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એકજૂથ થઈને વર્ષોથી મથામણ કરે છે. ત્યારે રાજકોટની આ મહિલાઓ જે રીતે પર્યાવરણનું જતન કરે છે તે ખરેખર કાબિલે દાદ છે.

World Environment Day 2021: રાજકોટની મહિલા નર્સરીઓમાં એક માતાની જેમ બાળ રોપાનો ઉછેર કરે છે મહિલાઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત સહિત દુનિયાભરમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ સહિતના પર્યાવરણની જાળવણીના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. જોકે, માત્ર એક દિવસ કાર્યક્રમ કરવાથી કે એક દિવસ પર્યાવરણ દિવસ ઉજવવાથી વાત પુરી થઈ નથી જતી. રાજકોટ જિલ્લામાં આવેલી મહિલા નર્સરીઓમાં મહિલાઓ વર્ષના 365 દિવસ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે. અને એક માતા બનીને બાળ રોપાઓનું પોતાના બાળકની જેમ જતન અને ઉછેર કરે છે. 

fallbacks

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
 

fallbacks

પર્યાવરણની જાળવણીએ આજે સૌથી મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે. વધતા જતા પ્રદૂષણને કારણે અનેક બીમારીઓ અનેક તકલીફો ઉભી થાય છે. એજ કારણ છેકે, દુનિયાના દેશો પણ ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એકજૂથ થઈને વર્ષોથી મથામણ કરે છે. ત્યારે રાજકોટની આ મહિલાઓ જે રીતે પર્યાવરણનું જતન કરે છે તે ખરેખર કાબિલે દાદ છે.

Black market in Corona: દાખલ થવાથી લઈ દફનવિધિ સુધી, અંતિમ શ્વાસથી લઈને અંતિમ સંસ્કાર સુધી, બધે જ કાળાબજારી...

fallbacks

કહેવાયછે કે, બાળકનો ઉછેર અને માવજત એક મા જ સારી રીતે કરી શકે. અને આજ મા પોતાના બાળકની જેમ કુમળા રોપાઓનો પણ એજ રીતે ઉછેર કરે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી શકે છે. રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ હેઠળ ૧૬ મહિલા નર્સરી હાલ કાર્યરત છે. આ મહિલા નર્સરી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ હેઠળ અંદાજિત ૨.૨૫ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. મહિલા નર્સરી દ્વારા ઉછેર કરાતા રોપાઓનું તેઓ સરકારી ધોરણે વેચાણ કરે છે. રાજકોટ જિલ્લામાં ૧૬ મહિલા નર્સરીમાં ૨.૨૫ લાખ રોપાઓ વેચાણાર્થે તૈયાર કરવામાં આવ્યાં છે.

ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઉગાવ્યા સૌથી મોંઘા મશરૂમ  Cordyceps Militaris, એક કિલોની કિંમત છે દોઢ લાખ રૂપિયા!

fallbacks

તેમજ નર્સરીમાં ઉછેરાયેલા રોપા દીઠ તેમને ૧૦૨૦ ના ૨.૨૦ રૂ તેમજ ૧૫૫ ના ૭.૪૦ રૂ જેટલું મહેનતાણું પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, તેમ મુંજકા નર્સરી સાથે સંકળાયેલા ભારતીબેન વાળા જણાવે છે. સામાજિક અને આર્થિક રીતે પછાત મહિલાઓ કે જે નર્સરી ચલાવવા ઇચ્છુક હોઈ તેમજ નિયમોનુસાર ઉછેર કરી શકવા માટે સક્ષમ હોઈ તેઓને નર્સરી ફાળવી રોપા ઉછેરનો લક્ષ્યાંક આપવામાં આવે છે. 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

fallbacks

રોપાઓ તૈયાર થયા બાદ તેઓને ત્રણ હપ્તામાં રકમનું ચૂકવણું કરવામાં આવે છે, તેમ મુંજકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જણાવે છે. મુંજકા સ્થિત મહિલા નર્સરી ચલાવતા અમિતાબેન બિપીનભાઈ સોલંકી છેલ્લા ચાર વર્ષથી મહિલા નર્સરીનો લાભ લે છે. તેઓ વન વિભાગનો આભાર માનતા જણાવે છે કે, અમે આ વર્ષે ૨૫ હજાર રોપાઓનો ઉછેર કર્યો છે. જેમાં, તુલસી, પોપૈયા, કરણ, બોગન વેલ, કડવી મેંદી, કોનોકાર્પ્સ સહિતના રોપાઓ તૈયાર કર્યા છે. જે અમે બે રૂપિયાથી લઈને ૧૦ રૂપિયા સુધીની કિંમતે વેચાણ કરીએ છીએ. આ કામથી અમારા પરિવારના સભ્યોને ગમતું કામ મળી રહે છે અને અમારા પરિવારનું ગુજરાન ચલાવવામાં આ નર્સરી મદદરૂપ બને છે.

Oxygen Tree: આ 6 વૃક્ષોમાંથી સૌથી વધારે બને છે ઓક્સિજન, કોરોનાએ સમજાવી કુદરતની કિંમત

fallbacks

દર વર્ષે તા. પ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પર્યાવરણને હરિયાળું બનાવવાના પ્રતિકરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ધરતી હરિયાળી બને અને આપણી આસપાસનું પર્યાવરણ શુધ્ધ બને તેની ચિંતાની સાથે સમાજ જીવનમાં વસતા અનેક જરૂરીયાતમંદ પરિવારોની પણ ચિંતા કરી નર્સરીઓના માધ્યમથી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને વેગ આપવાનું અને વૃક્ષ સાથે વ્યક્તિઓને જોડવાનું સંનિષ્ઠ કાર્ય વર્ષોથી થઈ રહયું છે. વિશ્વ પર્યાવરણ દિને આપણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી વન વિભાગના આ કાર્યને બિરદાવીએ.

મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More