અતુલ તિવારી/ અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં 25 એપ્રિલના રોજ 'વિશ્વ મેલેરિયા દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 2019માં વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની થીમ 'ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વિથ મી' એટલે કે 'મેલેરિયાના અંતની શરૂઆત તમારા પ્રયત્નોથી' નક્કી કરાઈ છે. ભારત સરકાર દ્વારા 2030 સુધી અને રાજ્ય સરકાર દ્વારા 2022 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના લક્ષ્યોને પૂરા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કમર કસી છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા ગુરૂવારે મ્યુનિસિપાલિટીના વિવિધ વિભાગોની એક સંયુક્ત બેઠક બોલાવાઈ હતી અને દરેક વિભાગને શહેરને 2022 સુધી મેલેરિયા મુક્ત કરવા માટે તૈયાર થવા જણાવ્યું હતું.
અમદાવાદને 'મેલેરિયા મુક્ત' બનાવવા AMCની તૈયારીઓ
ગરમીનો પારો સિંહોને અકળાવી રહ્યો છે, એકસાથે પાણી પીતા 14 સિંહનો વીડિયો વાયરલ
AMCના આયોજન અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, "અમદાવાદને મેલેરિયા મુક્ત બનાવવા શૈક્ષણિક સંકુલ, વાણિજ્ય એકમ, કન્સ્ટ્રક્શન સાઈટ પરથી મેલેરિયા નિયંત્રણ તથા અટકાયત માટે સંબંધિત એકમ દ્વારા ક્યા પ્રકારની કામગીરી કરી શકાય તે માટેની સમજ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. મેલેરિયા નિયંત્રણની કામગીરી માટે 100 પોર્ટેબલ હેન્ડ ઓપરેટેડ થર્મલ ફોગીંગ મશીન, 100 નંગ પોર્ટેબલ નેપસેક ફ્રેમ કોલ્ડ ફોગીંગ મશીન તથા 6 વ્હિકલ માઉન્ટેડ કોલ્ડ ફોગીંગ મશીન ખરીદવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે"
પાસની ટીમ ફરી થઈ સક્રિયઃ અલ્પેશ કથિરીયાની જેલમુક્તી માટે બોલાવી મીટિંગ
મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું કે, "કોલ્ડ ફોગીંગ મશીનમાં કેરોસીન કે ડિઝલનો ઉપયોગ કરવામાં નહીં આવે. આથી, ધુમાડો નીકળશે નહીં. માત્ર પાણી અને દવાનો જ ઉપયોગ કરીને મેલેરિયા નિયંત્રણની કામગીરી ઝડપી બનાવાશે. શાળાઓમાં જઈને બાળકોને મેલેરિયા લાઈફ સાયકલનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવાશે અને સમજ પણ આપવામાં આવશે. શહેરમાં આવેલા તળાવોની સફાઈ બાયો કલ્ચરથી કરવામાં આવશે."
આ સાથે જ અમદાવાદ શહેરને 2022 સુધી 'મેલેરિયા મુક્ત' કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ નાગરિકોને પણ સ્વયં સહકાર આપી મદદરૂપ થવા વિનંતી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે