Home> Gujarat
Advertisement
Prev
Next

PICS સુરતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, 24 કરોડની હીરાની વીંટીએ કરી કમાલ

સુરતે ફરી એકવાર પોતાના ડાયમંડને કારણે વિશ્વમાં નામના મેળવી છે. સુરતમાં બનેલી 6690 ડાયમંડ જડિત લોટસ રિંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

PICS સુરતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, 24 કરોડની હીરાની વીંટીએ કરી કમાલ

તેજસ મોદી, સુરત: સુરતે ફરી એકવાર પોતાના ડાયમંડને કારણે વિશ્વમાં નામના મેળવી છે. સુરતમાં બનેલી 6690 ડાયમંડ જડિત લોટસ રિંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. હનુમંત ડાયમંડ કંપની દ્વારા 6690 હીરાથી જડિત અંગુઠી બનાવાઈ છે આ લોટસ રિંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.આ લોટસ રિંગની કિંમત 24 કરોડ રૂપિયા છે. સુરતના અગ્રવાલ દંપતિ દ્વારા આ કરોડોની રિંગ બનાવવામાં આવી છે. આટલી મોંઘી રિંગ બનાવવા પાછળનો  ઉદ્દેશ વિશ્વને 'મેક ઈન ઈન્ડિયા'ની શક્તિ બતાવવાનો છે. આ અનોખી રિંગ બનાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો છે, અને 18થી 20 જેટલા કારીગરોએ મળીને આ રિંગ બનાવી છે.

fallbacks

fallbacks

મળતી માહિતી મુજબ રિંગની ડિઝાઇન વિશાલ અગ્રવાલની પત્ની ખુશ્બૂ અગ્રવાલે તૈયાર કરી હતી. હીરામાં કમળનું ફૂલ ડિઝાઈન કરવા માટે સૌથી પહેલા કોમ્પ્યુટર મોડલ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રિંગનો કોન્સેપ્ટ તૈયાર કરાયો. અને પછી ફાઈનલ ડિઝાઈન તૈયાર કરવા થયા બાદ રિંગ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ.

fallbacks

રિંગની સૌથી ખાસ વાત એ છે કે તે 18 કેરેટ ગોલ્ડ અને 24 ટકા એલોયથી તૈયાર કરવામાં આવી છે. રિંગ 58.176 ગ્રામ વજનની એટલે કે અંદાજે 6 તોલા સોનાની બનેલી છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More