Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવાની તૈયારીમાં? વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી

આજના સમયમાં લોકોમાં સાક્ષરતાનો વ્યાપ વધે તેવા શુભ હેતુ સાથે જામનગરમાં શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ અને એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા લાવવા લોકો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જામનગરમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવાની તૈયારીમાં? વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં બેડીગેટ વિસ્તારમાં આવેલ શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના સભ્યો દર વર્ષે ગણપતિ ઉત્સવમાં કંઈક અનોખો જ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ હાથ ધરતા હોય છે, ત્યારે સતત 8 વખત વિશ્વ વિક્રમ સર્જીને આ વર્ષે નવમી વખત પણ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી તેનો વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા આ વર્ષે પણ હાથ ધરાયો છે.

fallbacks

આજના સમયમાં લોકોમાં સાક્ષરતાનો વ્યાપ વધે તેવા શુભ હેતુ સાથે જામનગરમાં શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ અને એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા લાવવા લોકો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિશ્વ વિક્રમમાં અગાઉ વર્ષ 2020માં કરેલા ખાતે 9 ફૂટની લાંબી માર્કર પેન બનાવી વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે જામનગરમાં દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ અને એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા 23 ફૂટ 2.5 ઇંચની વિશ્વની લાંબી માર્કર પેન બનાવી વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ લાંબી માર્કેર પેન માત્ર 24 કલાકના ટૂંકા સમયગાળામાં જ બનાવવામાં આવી છે અને હાલ જામનગરને વધુ એક વિશ્વ વિક્રમ મળે તે માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

fallbacks

શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ 26 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ ગણપતિ મહોત્સવ દર વર્ષ નવા જ પ્રકારના અલગ અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતા હોય છે. આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ, આ મહોત્સવમાં જે મુર્તિ બનાવવામાં આવેલ છે તે સંપુર્ણ રીતે પ્રદુષણ રહીત બનાવવામા આવેલ છે. આ મુર્તિની વિશિષ્ટા એ છે કે જે ભારત ભરમાં સેવ સૌઈલ માટે ની જુબેશ ચલાવવામાં આવે છે. તેને અનુસરીને સૈવ સોઈલ (માટી બચાવો) અભિયાનને લઈને બનાવવામાં આવેલ છે, તથા આ મુર્તિ કંતાન, સફેદ કાપડ, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ તથા જુવાર જેવા પાંચ અલગ અલગ ધાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે.

fallbacks

આ ગણપતિ મહોત્સવનું આયોજન એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જે ઓએ સતત આઠ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષોમાં જેમ કે 2012 માં 145 કિ. ગ્રા. ની ભાખરી બનાવી હતી. તેમજ વર્ષ 2013 માં 11111 લાડુ, વર્ષ 2014 માં 51.6 ફુટની અગરબતી તથા વર્ષ 2015માં ફીંગર પેન્ટીંગ જેમાં ગણેશજીનું પેન્ટીંગ બનાવાયુ તેમજ વર્ષ 2017 માં સાત ધાનનો ખીચડો બનાવીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોડમાં સ્થાન મેળવ્યું હતું. આ એઈટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશીષ્ટ પ્રકારના આયોજન કરવા જઈ રહ્યું છે.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More