Home> Gujarat
Advertisement
Prev
Next

વિશ્વ ચકલી દિવસ: 3 હજાર માળાઓ વેચી ચકલી બચાવાનો અનોખો પ્રયત્ન

આજે દુનિયાભરમાં વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવી રહિયો છે. ત્યારે વિદ્યાના ધામ સમા વિદ્યાનગર સ્થિત રે ઓફ લાઇફના મેમ્બરો દ્રારા ભાઇકાકા સ્ટેચ્યુ પાસે કાગળના પૂઠામાંથી બનાવેલ ત્રણ હજાર જેટલા માળાનુ વિતરણ કરવામાં આવેલ હતુ. સાથે સાથે આવનાર લોકશાહીના પર્વ ચુંટણી સમયે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

વિશ્વ ચકલી દિવસ: 3 હજાર માળાઓ વેચી ચકલી બચાવાનો અનોખો પ્રયત્ન

લાલજી પાનસુરિયા/આણંદ: આજે દુનિયાભરમાં વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવી રહિયો છે. ત્યારે વિદ્યાના ધામ સમા વિદ્યાનગર સ્થિત રે ઓફ લાઇફના મેમ્બરો દ્રારા ભાઇકાકા સ્ટેચ્યુ પાસે કાગળના પૂઠામાંથી બનાવેલ ત્રણ હજાર જેટલા માળાનુ વિતરણ કરવામાં આવેલ હતુ. સાથે સાથે આવનાર લોકશાહીના પર્વ ચુંટણી સમયે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

fallbacks

વિકાસની સાથે સાથે કોંક્રિટ જંગલો પણ થયા તેમા માનવ વસ્તી સાથે રહેતી ચકલી હવે લૂપ્ત થવાના આરે છે ત્યારે નેચર પ્રત્યે જાગ્રુત એવી આ સંસ્થા છેલ્લા બે ત્રણ વર્ષથી ચકલીઓ બચે અને ફરિથી માનવ સમાજ સાથે રહેવા લાગે તે માટે ચકલીઓના માળા અને ઉનાળામાં કુંડાઓનુ વિતરાણ નિશુલ્ક કરતા હોય છે.

કડી: રીક્ષા અને આઇસર વચ્ચે અકસ્માત, એક આધેડ તથા 7 વર્ષની બાળકીનું મોત

 

આમતો વિદ્યાનગરમાં હજી ચકલીઓની વસ્તી બીજા શહેરો કરતા ખુબ સારી છે તે જળવાય રહે અને બીજી ચકલો પણ વસવાટ કરે તેવા ઉમદા હેતુથી આજે મતદાન જાગ્રુતિ અને ચકલીના માળાનુ વિસ્તરન રસ્તે જતા લોકો અને વિધાર્થીઓને કરવામાં આવેલ હતુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More