Home> Gujarat
Advertisement
Prev
Next

World Tallest Temple : દુનિયાના સૌથી ઊંચા મંદિરમાં તમારા નામનું પિલ્લર બનાવી શકશો, ગુજરાતમાં બની રહ્યું છે આ મંદિર

World Tallest Temple : અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલની પાસે જાસપુરમાં બની રહેલા જગત જનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિર માટે ગર્ભગૃહ બેઝ બનીને તૈયાર થઇ ગયા બાદ આને લઇને ઉત્સુકતા વધી

World Tallest Temple : દુનિયાના સૌથી ઊંચા મંદિરમાં તમારા નામનું પિલ્લર બનાવી શકશો, ગુજરાતમાં બની રહ્યું છે આ મંદિર

World tallest temple in Ahmedabad : ગુજરાત વધુ એકવાર વિશ્વસ્તરે ચમકવા જઈ રહ્યું છે. કારણ કે, દુનિયાનું સૌથી ઉંચુ મંદિર ગુજરાતમાં આકાર પામી રહ્યું છે.  અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલની પાસે જાસપુરમાં બની રહેલા જગત જનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિર બની રહ્યું છે. ત્યારે આ મંદિરની હાલ ચારેતરફ ચર્ચા થઈ રહી છે. કારણ કે, આ મંદિરની વધુ એક ખાસિયત સામે આવી છે. કારણ કે, તેમાં નાગરિકો પણ જોડાશે. કોઇ પણ સમાજની વ્યક્તિ 11 લાખ રૂપિયા દાન આપીને પોતાના નામથી આ પિલર બનાવી શકે છે. જેમાં અત્યાર સુધી 401 લોકો પોતાના નામનું પિલ્લર બનાવવા માટે આગળ આવ્યા છે. 

fallbacks

શું છે મંદિરના પિલ્લરની ખાસિયત
જગત જનની માં ઉમિયાના મંદિરમાં 1440 પિલરો પર તૈયાર થશે. દરેક પિલર પર 11 લાખ રૂપિયા ખર્ચ કરાશે. સૌથી ખાસ બાબત એ છે કે, કોઇ પણ સમાજની વ્યક્તિ 11 લાખ રૂપિયા દાન આપીને પોતાના નામથી આ પિલર બનાવી શકે છે. આને લઇને હું પણ પાયાનો પિલર નામથી ખાસ અભિયાનની શરૂઆત કરાયા બાદ તેમાં આશરે 401 લોકો જોડાઇ ચુક્યા છે. 

મંદિર બનાવવામાં કરાયેલી આ પહેલમાં અત્યાર સુધી અનેક લોકો જોડાયા છે. જેમાં પાટીદારની સાથે સાથે અન્ય સમાજનાં કેટલાક લોકો તથા કેટલાક એનઆરઆઇ પણ સામેલ છે.

આ પણ વાંચો : 

અરેરાટી થાય તેવો ખતરનાક અકસ્માત : બે ટ્રકની ટક્કરમાં ડ્રાઈવરના શરીરના બે ટુકડા થયા

ગુજરાતના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો, સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ આજથી શરૂ

મંદિરની ખાસિયત
આ મંદિરના ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાનક પર મા ઉમિયાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. ધ્વજ દંડ સાથે મંદિરની ઉંચાઉ 451 ફુટને આંબી જશે. જાસપુર ખાતે આકાર પામનારા મંદિરની વાત કરીએ તો મંદિરની ડિઝાઇન જર્મન આર્કીટેક અને ઇન્ડીયન આર્કીટેકના સંયુક્ત ઉપક્રમે બની છે. મંદિરની વ્યુ ગેલેરીમાંથી અમદાવાદનો નજારો જોઇ શકાશે. મંદિરની વ્યુ ગેલેરી ૮૨ મીટર અને 90 મીટર ઊંચી હશે. મંદિરનું ગર્ભગૃહ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવીયેલી ડિઝાઇન પ્રમાણે હશે. જેમાં ૫૨ ફુંટ ઉંચી માતાજીની પ્રતિમા હશે માતાજીની પ્રતિમા સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે. 

બીજું શુ શું હશે
શિલાન્યાસના આયોજન માટે ૫૦થી વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. મંદિર સિવાય જાસપુરના પ્રાંગણમાં જાસપુર કેમ્પસમાં સ્કીલ યુનિવર્સિટી એન્ડ કેરીયર ડેવલપમેન્ટ ,હેલ્થ સ્પોર્ટસ એન્ડ કલ્ચર કોમ્પલેક્ષ ,કુમાર અને કન્યા વર્કીગ વુમન છાત્રાલય, અધ્યતન સુવિધાથી સજ્જ એનઆરઆઇ ભવન, સામાજિક સંગઠન ભવન તથા રોજગાર ભવન, આરોગ્ય અને પ્રી પોસ્ટ મેડીકલ કેર યુનિટ આકાર પામશે. આ સિવાય જોબ પ્લેસમેન્ટ મહેસૂલી માર્ગદર્શન કેન્દ્ર ,કાનુની ઇમીગ્રેશન સલાહ કેન્દ્ર ,સામાજિક વ્યાપારી સંબંધોનું વૈશ્વિક જોડાણની કેન્દ્ર તૈયાર કરાશે ,પ્રાંગણમાં કોર્ટ કચેરીથી બચવા માટે સમાધાન પંચ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ,કાયમી ભોજનશાળા, મેટ્રોમોનીયલ અને કાયમી લગ્ન કેન્દ્ર ,તથા વિધવા ત્યક્તા બેહનો માટે રોજગાર કેન્દ્ર આકાર પામશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે કહ્યુ કે આ ટુરીઝમ ટેમ્પલ હોવાથી તેની ઉંચાઇ પ્રમાણે બેઝ નક્કી કરવાનો હોવાથી તેની ડિઝાઇન ભારતીય પ્રણાલીથી થોડી અલગ છે. તેમણે ઉમેર્યુ કે આ માત્ર પાટીદાર સમાજનુ નહી પણ તમામ વર્ણ અને સમુદાય માટેનું આસ્થાનું કેન્દ્ર બનશે. આકાર પામનાર મંદિરના કળશને સુર્વણ જડ઼ીત કરવાની ઓફર અન્ય સમાજના દાતા તરફથી મળી છે.

આ પણ વાંચો : 

ભાજપના આ 8 નેતા છે બ્લેક લિસ્ટમાં, લોકસભા ચૂંટણી પહેલા ગમે ત્યારે રાજીનામા લઈ લેવાશે

‘તમારી મિત્રતા તમારા ઘર સુધી રાખો, અહીં તમે મેયર છો ધ્યાન રાખીને સમય ફાળવો’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More