હિતલ પારેખ/ગાંધીનગર :વિશ્વ યોગ દિવસની 21 જૂને સમગ્ર વિશ્વમાં થવાની છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઉજવણીનું ભવ્ય પ્લાનિંગ કરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ ઉજવણી 'યોગ ફોર હાર્ટ કેર' થીમ પર ઉજવાશે. જેમાં રાજ્યભરમાં 50 હજારથી વધુ સ્થાનો ઉપર દોઢ કરોડથી વધુ લોકો જોડાશે. અમદાવાદમા રાજ્ય કક્ષાની ઉજવણી થશે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થશે.
સ્કૂલ વાનચાલકોની હડતાળથી પરેશાન થયેલા વાલીઓની મદદે આવી ‘વડોદરા પોલીસ’
ઐતિહાસિક સ્થાનો પર યોગા
અંબાજી, દ્વારા, સોમનાથ, લોથલ, રાણકી વાવ, સહિતના 150 જેટલા ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનો પર સામૂહિક યોગ થશે. જેને કારણે ઐતિહાસિક સ્થળો પર સુંદર દ્રશ્યો જોવા મળશે. તેમજ આગામી પેઢીને પણ આ કાર્યક્રમ થકી યોગા કરવા માટે પ્રોત્સાહન મળશે.
આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોગા
21 જૂને વર્લ્ડ યોગ દિવસની ઉજવણીમાં ખાસ આકર્ષણ વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમાનુ બિરુદ ધરાવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે. આ સ્થલ પર ખાસ સાંધ્ય યોગનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાંજે નર્મદા કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે