Home> Gujarat
Advertisement
Prev
Next

વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, ફાઈનલ દુબઈમાં, 4800 પાટીદાર યુવાનો રમશે

આજથી વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 4800 પાટીદાર યુવાનો રમશે. વિશ્વઉમિયાધામ- અમદાવાદ દ્વારા ગુજરાતના 5 શહેરમાં VPL-3નું આયોજન. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગ-3ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.
 

વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, ફાઈનલ દુબઈમાં, 4800 પાટીદાર યુવાનો રમશે

ઝી બ્યુરો/અમદાવાદ: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. 

fallbacks

અદાણી-અંબાણી નહીં! આ વ્યક્તિની પાસે છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો, એટલી કિંમતમાં તો...

વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્‌સ, કલ્ચરલ, ઉપરાંત બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ત્યારે વિશ્વઉમિયાધામની યુવા શક્તિ અર્થાત્ યુવા સંગઠન દ્વારા ગુજરાતભરના યુવાનોને સંગઠીત કરી આધ્યત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં જોડવાના ઉમદા હેતુસર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય કરવામાં આવ્યું છે. 

હવે કોઈ વસ્તુ ખોવાય કે ચોરાઈ જાય તો ચિંતા ના કરતા! ધક્કા ખાધા વિના પોલીસ શોધીને આપશે

જેમાં ગુજરાતના અમદાવાદ સહિત 5 શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરનો સામાવેશ થાય છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટને વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગ—3 નામ અપાયું છે. 

BSNL કંપનીનો આ પ્લાન મુકેશ અંબાણીના માથાનો દુખાવો, ઓછા રુપિયામાં મળે છે વધારે ડેટા

આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે VPL-3નું આયોજન વિશ્વની સૌથી મોટી સોશિયલ ટુર્નામેન્ટ છે. જેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. દરેક સેન્ટર 64-64 એમ કુલ 320થી વધુ ટીમ VPL-3માં રમશે. VPL-3 ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંદાજિત 4800થી ખેલાડીઓ ભાગ લેશે. વિશેષ રૂપે VPL-3ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. જ્યારે વિજેતા ટીમને 5 લાખની કેસ પ્રાઈઝ પર એનાયત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More