Gujarat Weather Forecast : જમ્મુ કાશ્મીરમાં બેવડી ઋતુનો માર જોવા મળી રહ્યો છે. ક્યાંક હિમવર્ષા તો ક્યાંક ભારે વરસાદી માહોલ છે. કાશ્મીરના રાજૌરી, ડોડા, લાહૌલ સ્પિતીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો મનાલીમાં પણ બરફ વર્ષાથી ખુશનુમા વાતાવરણ છે. રાજૌરીમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે. ઉત્તર ભારતનું વાતાવરણ હાલ અજીબો ગરીબ જોવા મળી રહ્યુ છે. પહાડી રાજ્ય અને પૃથ્વી પરના સ્વર્ગ તરીકે જાણીતા જમ્મુ કાશ્મીરમાં લોકો હેરાન પરેશાન છે. કેમ કે જમ્મુ કાશ્મીરમાં હાલ ક્યાંક ભારે હિમવર્ષા થઈ રહી છે તો ક્યાંક ભારે વરસાદથી સ્થિતિ બગડી છે. બેવડી ઋતુના કારણે લોકો પરેશાન છે, તો પ્રવાસીઓ આ ખુશનુમાથી ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ બધું અચાનક થઈ રહ્યું છે. કારણ કે, વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.
મહારાષ્ટ્ર ગુજરાતમાં હીટવેવનું એલર્ટ
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરિયાઈ વિસ્તાર હોવાને કારણે ભયંકર હીટવેવની આગાહી કરવામાં આવી છે. કર્ણાટક અને ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ ગરમ અને બફારા ભર્યા હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે. ભારતના સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં હીટવેવ જાહેર કરવામા આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી સેલ્સિસય અથવા તેના કરતા વધારે હોય તો તેને હીટવેવ કહેવાય.
ગુજરાતમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત, દેશના GDP માં ગુજરાતનું મોટું યોગદાન
ગુજરાતની દરિયા કાંઠે આગાહી
ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં પણ ગરમી અને બફારામાં વધારો નોઁધાયો છે. દેશમાં સૌથી મોટો દરિયાઈ કાંઠો ગુજરાત પાસે છે, ત્યારે ગુજરાતના લોકોને તેની વ્યાપક અસર જોવા મળે છે.
ગરમીની ભવિષ્યવાણી
મધ્યપ્રદેશ ઉપર એક એન્ટિ-સાઇક્લોન બનેલું છે, જે પશ્ચિમી તટ પર પૂર્વની ગરમ હવાઓને ધકેલું રહ્યું હતું. આ અંતર્દેશીય હવાઓએ સમુદ્રી હવાને આવવામાં વિલંબ ઊભો કર્યો અને લાંબા ગાળા સુધી જમીનની હવાના કારણે પારો ઊંચો જળવાઈ રહ્યો. આ ઉપરાંત ઊંચા ભેજના પગલે દેશમાં લૂ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ત્યારે માર્ચ મહિનો આકરો જશે તેવી સંભાવના છે.
વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરતી સરકારી યોજનાનું આ રહ્યું લિસ્ટ, સરકાર આપે છે રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે