દિનેશ ચંદ્રવાડિયા/ઉપલેટા : રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઢાંક ગામના 5૦૦૦ વર્ષ કરતા પણ પૌરાણિક સ્વયંભૂ ગણેશ મંદિરની અનોખી પરંપરા કે, જ્યાં ગણપતિ બાપા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે. અહીંના પૂજારી દ્વારા રોજ ગણપતિ બાપાને ટપાલ વાંચીને સંભળાવે છે. અને અહીં દરરોજ ભક્તો દેશ-વિદેશથી 100થી 150 જેટલી ટપાલો મોકલે છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ૨૪ કિલોમીટર દૂર ઢાંક ગામ ખાતે 5000 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન સિદ્ધિવિનાયક ગણપતિ દાદા સ્વંયમભુ પ્રગટ થયેલ છે. જેનો મહિમા કંઈક અલગ જ છે. દરેક ગણપતિને વાહન તરીકે ઉંદર હોય છે. પરંતુ અહીં તેમનું સિંહનું આસન છે. જેની પર ગજાનન બિરાજમાન છે.
ઢાંક ગામ ખાતે આજથી અંદાજિત 25 વર્ષથી અહીં પૂજારી દ્વારા ટપાલ વંચાય છે. વર્ષો જૂની પરંપરા આજદીન સુધી જાળવી રાખવામાં આવી છે. દરરોજ ટપાલમાં આવેલ કવરો ખોલી ભાવિકોના દુઃખ દર્દ, મનોકામના ગણપતિ બાપાને સંભળાવવામાં આવે છે. અહીં દરોજ 150 જેટલા ટપાલ અને કવરો આવે છે. જેમાં ભાવિકોએ તેમના દુઃખ દર્દ લખેલ હોય છે. જે સંભળાવ્યા બાદ ભક્તોની મનોકામના દાદા દ્વારા પૂર્ણ થાય છે.
ઢાંક ગામ ખાતે દર વર્ષ ગણેશ મોહત્સવ ઉજવાય છે. અહીં ગણેશ મોહત્સવનો અનેરો મહિમા છે અને અહીં ભાવિકો દર્શનાથે આવે છે. અહીં ભાવિકો દ્વારા ટપાલ લખી અને મનો કામનાં પૂર્ણ થાય છે. ગુજરાતના ગણપતિ મંદિરોમાં ઢાંક ગામ ખાતે આવેલ ગણપતિનું મહિમા અલગ છે અહીં ભાવિકો હોસે હોસે દાદાને ટપાલ દ્વારા મનો કામનાઓ લખી આપે છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે