Home> Gujarat
Advertisement
Prev
Next

અયોધ્યા વિવાદ ZEE માટે TRPનો નહી પરંતુ સૌહાર્દનો વિષય છે, વાંચો ખાસ અહેવાલ

અમે તમને સતત બતાવી રહ્યા છીએ કે અયોધ્યા અમારા માટે એટલે ZEE ન્યૂઝ માટે TRPનો વિષય નથી. પરંતુ સૌહાર્દનો વિષય છે. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી નિર્ણય ન સંભળાવે. ZEE ન્યૂઝ કોઈ ચર્ચા અયોધ્યા પર નહીં કરે. આથી અમે તમને સૌહાર્દવાળી ચર્ચા બતાવી રહ્યા છીએ સીધી અયોધ્યાથી.

અયોધ્યા વિવાદ ZEE માટે TRPનો નહી પરંતુ સૌહાર્દનો વિષય છે, વાંચો ખાસ અહેવાલ

અમદાવાદ : અમે તમને સતત બતાવી રહ્યા છીએ કે અયોધ્યા અમારા માટે એટલે ZEE ન્યૂઝ માટે TRPનો વિષય નથી. પરંતુ સૌહાર્દનો વિષય છે. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી નિર્ણય ન સંભળાવે. ZEE ન્યૂઝ કોઈ ચર્ચા અયોધ્યા પર નહીં કરે. આથી અમે તમને સૌહાર્દવાળી ચર્ચા બતાવી રહ્યા છીએ સીધી અયોધ્યાથી.

fallbacks

જો દેશે આ સમયે હમ એટલે હિંદુ-મુસ્લિમ એકતાની શક્તિ બતાવી દીધી. તો આખી દુનિયામાં આપણા દેશની ધર્મનિરપેક્ષની છબિ વધારે મજબૂત બનશે. અને દેશ હમ ફોર્મ્યૂલાથી દરેક સમસ્યાને સરળતાથી ઉકેલી શકશે. કારણ કે ZEE ન્યૂઝ તમને અપીલ કરે છે કે શાંતિ જાળવી રાખો. પંચ પરમેશ્વર એટલે સુપ્રીમ કોર્ટ  પર વિશ્વાસ રાખો. કોર્ટ જે પણ નિર્ણય કરે. તે અમને બધાને માન્ય હશે. કારણ કે હિંદુસ્તાન બંધારણ સાથે જોડાયેલું છે. અને આજ આપણી પ્રગતિ અને શાંતિનું કારણ છે.

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં સોમવારની અડધી રાતથી જોવા મળ્યો અલગ નજારો. દેશના વિવિધ ભાગમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુ ધર્મનગરીની ચારેબાજુ રસ્તા પર ઉમટી પડ્યા. 14 કોસી પરિક્રમામાં ઉમટેલી ભીડ જોઈને લાગ્યું કે લાખો શ્રદ્ધાળુ કોઈપણ આશંકાથી નથી ભયભીત.

દેશના ખૂણે ખૂણાથી અયોધ્યા પહોંચેલા હજારો લાખો શ્રદ્ધાળુઓની ભીડ પોતાના આરાધ્યની નગરીની પરિક્રમા કરી રહ્યા છે. આ રામ નામની આસ્થા છે જે સાધન સંપન્ન લોકોને અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ખુલ્લા પગે ચાલવા છતાં સુખ આપી રહી છે. અયોધ્યામાં ચારેબાજુ સંભળાઈ રહેલ રામધૂન, શ્રીરામનો જય જયકાર, રામભક્તોના જોશને વર્ણવી રહી છે. સૌથી મોટા નિર્ણયનો કોઈ તણાવ અયોધ્યામાં જોવા મળતો નથી. અહીંયા ચારેબાજુ આશા છે, સાંપ્રદાયિક સૌહાર્દ છે અને અયોધ્યાના પરિક્રમા પથ પર કણ કણમાં વસેલા રામ છે.

ચૌદ કોસી પરિક્રમા શરૂ થવાની સાથે જ કાર્તિક પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ. આ દરમિયાન અયોધ્યા ભૂમિ વિવાદ પર સૌથી મોટો નિર્ણય પણ આવવાનો છે. પરંતુ જેમના દિલમાં રામ વસેલા છે તેમને અયોધ્યામાં કોઈ વાતનો ડર નથી. રામભક્તોનું માનવું છે કે રામના નામ પર ભાગલા પાડવાનો જેટલો પ્રયાસ કરવામાં આવે પરંતુ રામના ક્યારેય ભાગલા પાડશે નહીં. રામ ભક્તો માટે રામ આરાધ્ય છે.

રામાયણના મહાનાયક રામ ભારતનો આત્મા છે. રામ ભારતનો સંવાદ છે. રામ ભારતનો જન્મ છે. રામ ભારતનો વિશ્વાસ છે. રામ ભારતની પરોઢ છે. રામ ભારતની સંધ્યા છે. રામ અહિંસા છે. રામ મર્યાદા છે. અહીંયાના કણ કણમાં રામ છે. અને રામ રાજ્ય જ ભારતમાં બધાનો સાથ બધાના વિકાસનો આધાર છે.

રામે ભારતને મર્યાદામાં રહેવાનું શીખવાડ્યું છે. અને આ મર્યાદા જ ભારતવર્ષની સૌથી મોટી શક્તિ છે. જેમના કણ કણમાં રામ વસેલા છે તેમના દિલમાં પણ મર્યાદા વસે છે. એક રાજા તરીકે, એક પુત્ર તરીકે, એક પતિ તરીકે, એક ભાઈ તરીકે, સંસ્કૃતિ અને યુદ્ધ ક્યાંય પણ શ્રીરામે મર્યાદા તોડી ન હતી. સૌથી મોટા નિર્ણય પહેલા રામની નગરી અયોધ્યાને લોખંડી છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાં રામભક્તોની શ્રદ્ધા પર કોઈ અસર પડી નથી.

આખમાં આંસુ છે અને આશા પણ છે કે નિર્ણય પછી જીવનની સૌથી મોટી ઈચ્છા જરૂર પૂરી થશે. સાંપ્રદાયિક સૌહાર્દની રાજધાની અયોધ્યા શ્રી રામના સંસ્કારોનું પાલન કરે છે. અને આથી અહીંયાના લોકોને આ વાત પર જરા પણ શંકા નથી. નિર્ણય કંઈપણ આવે. રામની નગરીનું સૌહાર્દ નહીં બગડે.

 

અયોધ્યામાં 14 કોસી પરિક્રમા દરમિયાન એત સરાહનીય પ્રયાસની તસવીર પણ સામે આવી. શ્રીરામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી. બંને હિંદુ-મુસ્લિમ પક્ષકાર એકસાથે પરિક્રમા પથ પર પહોંચ્યા. જ્યાં બંને પક્ષકારોએ પરિક્રમામાં જોડાઈને શ્રદ્ધાળુઓને ભાઈચારાનો સંદેશ આપ્યો.

અયોધ્યા ભૂમિ વિવાદ પર સૌથી મોટા નિર્ણય પહેલા ઉમટેલી આ ભીડ દર્શાવવા માટે પૂરતી છે કે અયોધ્યાનો મૂડ શું છે?  રામની નગરી નિર્ણયને લઈને કોઈ ચિંતામાં નથી પરંતુ રામની ભક્તિમાં લીન છે. અને અયોધ્યા નગરીમાં જોવા મળી રહી છે સાંપ્રદાયિક સૌહાર્દની એવી તસવીર છે.

આખા દેશને સંદેશ આપશે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારીએ એકસાથે અયોધ્યામાં 14 કોસની પરિક્રમા કરવા આવેલા લોકોના ખબર અંતર પૂછ્યા. લોકોને અયોધ્યાનો અર્થ સમજાવી રહ્યા છે. રામલલાના મુખ્ય પૂજારીએ અયોધ્યા વિશે ફેલાવવામાં આવતી અફવાઓની સત્યતા બધાને સમજાવી. તેની સાથે એ અપીલ પણ કરી કે અયોધ્યા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

અયોધ્યાના લોકો એક છે. અને અયોધ્યાના દરવાજા રામભક્તો માટે ખુલ્લા છે. બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી પણ રામભક્તોના હાલચાલ પૂછી રહ્યા છે. અયોધ્યામાં તેમનું સ્વાગત કરી રહ્યા છે. અયોધ્યાની એકતાના દૂત ઈકબાલ અંસારી લોકોને તે પણ જણાવી રહ્યા છીએ કે કઈ રીતે અયોધ્યા ભાઈચારા અને ગંગા યમુના સંસ્કૃતિની સૌથી મોટી મિસાલ બની. અયોધ્યામાં દૂર-દૂરના વિસ્તારમાંથી આવતા લોકો પણ જાણે છેકે ઝઘડો મંદિર-મસ્જિદનો નથી. હિંદુ-મુસ્લિમનો નથી. કોઈ ધર્મનો નથી, માત્ર ભાગલા પાડનારાઓનું કાવતરું છે. ઈકબાલ અંસારી અયોધ્યા પહોંચેલા રામભક્તોનું ગળે મળીને તેમનું સ્વાગત કરી રહ્યા છે.

સાંપ્રદાયિક સૌહાર્દની આ તસવીર અયોધ્યાના દરેક દિલમાં રામ વસેલા હોવાની સાક્ષી પૂરી રહી છે. સૌથી મોટા નિર્ણયની સૌથી મોટી અસર અયોધ્યા પર જ પડશે. તેમાં પણ આચાર્ય સત્યેન્દ્ર દાસ અને ઈકબાલ અંસારી જ તેનાથી સૌથી વધારે પ્રભાવિત થશે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે પણ આવશે તેમને મંજૂર રહેશે. સાંપ્રદાયિક સૌહાર્દની રાજધાની, રામની નગરી અયોધ્યાથી આ સંદેશ આખા દેશ માટે છે. અયોધ્યા માટે કરવામાં આવનાર સુપ્રીમ કોર્ટનો નિર્ણય અયોધ્યાને મંજૂર રહેશે. જે જુસ્સાથી અયોધ્યા આ નિર્ણયનો સ્વીકાર કરવા માટે તૈયાર છે. આખો દેશ પણ જે જુસ્સાથી અયોધ્યાના નિર્ણયનો સ્વીકાર કરે.

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બર પહેલા આપી શકે છે ઐતિહાસિક ચુકાદો. ત્યારે દેશના તમામ નાગરિકોની સાથે રાજકીય પક્ષોની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રહેલી છે. ત્યારે ZEE 24 કલાકે 1990 અને 1992માં રામ મંદિર ચળવળમાં કારસેવા કરનારા અમદાવાદના કારસેવકો સાથે સંપર્ક કર્યો. કારસેવા શું હતી અને શા માટે કારસેવકો જય શ્રી રામના નારા પર અમદાવાદથી અયોધ્યા કારસેવા કરવા પહોંચી ગયા હતા?

ZEE 24 કલાકની ટીમે અમદાવાદમાં રહેતા કારસેવકોને શોધી કાઢ્યા. કારસેવા કરનારા અનેક કારસેવકો હતા. પરંતુ તેમાંથી કેટલા કારસેવકો હયાત છે તે જાણવાનો પ્રયાસ ઝી 24 કલાકની ટીમે કર્યો. અમારા સંવાદદાતા અમિત રાજપૂતે રામ મંદિર નિર્માણમાં કારસેવા કરનારા કારસેવક સાથે ખાસ વાતચીત કરી.

1992ના સમયમાં દેશના અનેક રાજ્યમાંથી રામ મંદિર નિર્માણનું સપનું લઈને કારસેવા કરવા અનેક કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા. તેમના મનમાં ઉત્સાહ અને ઉમંગ હતો. માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કોઈપણ રીતે રામલલાના મંદિરના નિર્માણમાં સહયોગ કરવો.

તસવીરમાં દ્રશ્યમાન થઈ રહેલ વ્યક્તિ છે અશોક શર્મા. જે હાલમાં શિવસેનાના નેતા છે પરંતુ તે 1992ના સમયમાં અયોધ્યામાં કારસેવક તરીકે પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. ઝી 24 કલાક સાથે પોતાના સંસ્મરણો યાદ કરતાં અશોક શર્માએ જણાવ્યું કે આખા દેશમાં રામમયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. હવે જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગણતરીના દિવસોમાં ચુકાદો આવવાનો છે ત્યારે ઝી 24 કલાક સાથે ખાસ વાત કરતાં અશોક શર્માએ અયોધ્યામાં રામ મંદિર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More