Home> Gujarat
Advertisement
Prev
Next

આણંદમાં એ.સી ફિટિંગ કરવા ચોથા માળે ચડેલા યુવાનનું પટકાતા ઘટના સ્થળે જ મોત

 વિદ્યાનગર રોડ પર આવેલા અથર્વ કોમ્પલેક્ષમાં એ.સી ફિટિંગ કરવા પહોંચેલો કર્મચારી ચોથા માળેથી પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એસીનું કામ કરવા માટે આવેલો વ્યક્તિ કોમ્પ્રેસર ફીટ કરી રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના બનીહોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આણંદ પોલીસે ઘટના અંગે કાયદેસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના અફીશ સર્વિસીસ ખાતે એ.સી ટેક્નિશિયન તરીકે નોકરી કરતો આંકલાવ તાલુકાનાં કંજોડા ગામનો 32 વર્ષીય યુવાન મનોજ પરમાર આણંદના વિદ્યાનગર રોડ ખાતે અથર્વ કોમ્પલેક્ષમાં આવેલા એસ્ટ્રોક યોગ સેન્ટરમાં એ.સી ફિટિંગ કરવા માટે ગયો હતો. 

આણંદમાં એ.સી ફિટિંગ કરવા ચોથા માળે ચડેલા યુવાનનું પટકાતા ઘટના સ્થળે જ મોત

આણંદ: વિદ્યાનગર રોડ પર આવેલા અથર્વ કોમ્પલેક્ષમાં એ.સી ફિટિંગ કરવા પહોંચેલો કર્મચારી ચોથા માળેથી પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એસીનું કામ કરવા માટે આવેલો વ્યક્તિ કોમ્પ્રેસર ફીટ કરી રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના બનીહોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આણંદ પોલીસે ઘટના અંગે કાયદેસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના અફીશ સર્વિસીસ ખાતે એ.સી ટેક્નિશિયન તરીકે નોકરી કરતો આંકલાવ તાલુકાનાં કંજોડા ગામનો 32 વર્ષીય યુવાન મનોજ પરમાર આણંદના વિદ્યાનગર રોડ ખાતે અથર્વ કોમ્પલેક્ષમાં આવેલા એસ્ટ્રોક યોગ સેન્ટરમાં એ.સી ફિટિંગ કરવા માટે ગયો હતો. 

fallbacks

Gujarat Police બનશે વધુ સ્માર્ટ અને શાર્પ, Body Worn Camera ઉપયોગ ગુજરાત પ્રથમ રાજ્ય

જો કે ફિટિંગ દરમિયાન ગેસ પ્રેસરના કારણે તે સંતુલન ગુમાવી દેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ આકસ્મિક ઘટનાને લઇ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આણંદ પોલીસે ઘટના અંગે માહિતી મળતા પહોંચી હતી. તે અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. 

લો બોલો! કોર્પોરેશનની ચૂંટણી લડી ચુકેલી મહિલાને સાસરીયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ

જો કે આ દુર્ઘટના બાદ સવાલ થાય છે કે, ચોથા માળે કામ કરી રહેલા યુવાનને કોઇ પણ પ્રકારની સેફ્ટી વગર કેમરિપેરિંગ માટે જવા દેવામાં આવ્યો. યુવાન ચોથા માળ જેટલી ઉંચી જગ્યાએ કામ કરી રહ્યો હતો. આ કામ ખુબ જ જોખમી અને કોમ્પલેક્ષની બહાર લટકીને કરવાનું હોવા છતા પણ તેને કોઇ પણ પ્રકારનાં સુરક્ષા ઉપકરણો વગર જ કામ માટે મોકલી દેવાયો. ત્યારે યુવાન જે કંપનીમાં કામ કરતો હતો તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More