Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી, 1 વર્ષમાં 1 હજાર કિ.મીની મુસાફરીનો રેકોર્ડ

 ભારતીય અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતનાં યુવાનો અનેક ક્ષેત્રમાં પોત પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. વલસાડનાં જ એક યુવાનને અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી પામ્યો છે. વલસાડ નજીકનાં એક નાનકડા ગામ ગોરવાડાનાં અનાવિલ પરિવારનાં યુવાન સની તુષાર નાયકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી થઇ છે. સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે જ પાયલોટ બની ગયો હતો. તેણે એક વર્ષમાં જ 1 હજાર કિલોમીટર જેટલી મુસાફરી કરી હતી. 

વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી, 1 વર્ષમાં 1 હજાર કિ.મીની મુસાફરીનો રેકોર્ડ

સુરત : ભારતીય અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતનાં યુવાનો અનેક ક્ષેત્રમાં પોત પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. વલસાડનાં જ એક યુવાનને અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી પામ્યો છે. વલસાડ નજીકનાં એક નાનકડા ગામ ગોરવાડાનાં અનાવિલ પરિવારનાં યુવાન સની તુષાર નાયકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી થઇ છે. સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે જ પાયલોટ બની ગયો હતો. તેણે એક વર્ષમાં જ 1 હજાર કિલોમીટર જેટલી મુસાફરી કરી હતી. 

fallbacks

પાલિકા-નગરપાલિકાઓની રોજબરોજની કામગીરી અધિકારીઓ સંભાળશે, ચૂંટાયેલી પાંખની મુદત પુર્ણ

મુળ વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્ધા નાયકનો 22 વર્ષીય પુત્ર સની અમેરિકાની રિપબ્લીક એરવેઝમાં સહાયક પાયલોટ તરીકે જ નિમણુંક નથી થઇ પરંતુ સાથે સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી થઇ છે. સની હાલ 65 પેસેન્જરને લઇ જતુ ડબલ એન્જિનનું એમ્બરર 175 પ્લેન ઉડાવી રહ્યો છે. આગામી સમયમાં તે 2500 કલાક ઉડ્યન કર્યા બાદ કેપ્ટન બનશે. સનીના પાયલોટ બન્યા બાદ તેની પ્રથમ ઉડ્યન પીટર્સબર્ગથી બોસ્ટન સુધીની ભરી હતી. તે સમયે તેના માતા-પિતાએ પણ સાથે ઉડ્યન કર્યું હતું. 

ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

સનીએ આ અંગે જણાવ્યું કે, હું 17 વર્ષનો હતો ત્યારે મને ટ્રાવેલિંગ કરવાનો શોખ હતો. જેથી મે પાયલોટ બનવા માટે ઇચ્છા વ્યક્ત કરતા મારા પરિવારે મને સપોર્ટ કર્યો અને ટ્રેનિંગ અપાવવા માટેની તૈયારી દર્શાવી હતી. મે મારી હાઇસ્કુલ અને કોલેજ પણ સાથે પુર્ણ કરી હતી. પહેલી નોકરીમાં હું 1 એન્જિનવાળું નાનુ વિમાન ચલાવતો હતો. કોઇ પણ મોટી એરલાઇનમાં જવા માટે 1000 કલાક વિમાન ચલાવેલું હોવું જરૂરી છે. આ પુર્ણ કર્યા બાદ બે એરલાઇનમાં ટ્રેનિંગ પુર્ણ કર્યા બાદ 65 પેસેન્જર લઇ જતુ ડબલ એન્જિન એમ્બેસેડર 175 ઉડાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More