હિરેન ચલિહા/ દાહોદ: દાહોદ નજીક ખાયા ગામ પાસે 40 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, પોલીસે લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદ નજીક ખાયા ગામ પાસે આવેલ રેલવે ટ્રેક નજીક રામપુરા ગામના મેડા ફળિયામાં રહેતા 40 વર્ષીય રમુડાભાઈ મેડાની ચપ્પુના ઘા મારી હત્યા યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક માહિતી મુબજ છેલ્લા 2 દિવસથી મૃતક ગાયબ હતો.
આ પણ વાંચો:- અમદાવાદમાં ચાર નવજાત બાળકીઓ મળી આવી, એક મૃત તો ત્રણ જીવિત મળી
ત્રીજા દિવસે તેની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચપોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હત્યાનું કારણ હાલ પણ અકબંધ છે. પોલીસે લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે