ચેતન પટેલ/સુરતઃ સુરતના લિંબાયત વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યો યુવાન આ બાળકી પાસે આવ્યો હતો અને તેની છેડતીનો પ્રયાસ કર્યો હતો. યુવાનની આ ગંદી હરકત પર બાળકીના પરિવારજનોની નજર
જતાં તેને ઝડપી લેવાયો હતો.
સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં જ લોકોનું ટોળું એક્ઠું થઈ ગયું હતું. લોકોએ જાહેરમાં રસ્તા ઉપર જ આ યુવાનને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ ભેગામળીને યુવાનના કપડાં ફાડી નાખીને ગડદા-પાટુનો માર માર્યો હતો. યુવાન પણ કસુરવાર
હોવાને કારણે માર સહન કરતો રહ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલનો ભાજપમાં જોડાવાનો નિર્ણય
ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ દોડી આવી હતી અને લોકોને કાયદો હાથમાં ન લેવાનું સમજાવ્યા હતા. સાથે જ આ યુવાનની અટકાયત કરીને તેને પોલીસ મથકે લઈ જવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં અવાર-નવાર નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ ઘટતી રહે છે. અગાઉ પણ એક બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી હત્યા કરી દેવાઈ હતી. આથી, લોકો પણ જાગૃત થઈ ગયા છે અને આવા નરાધમોને પકડીને મેથીપાક
ચખાડી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે