Home> Gujarat
Advertisement
Prev
Next

અંજારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા, 2 સહિત 5 વિરૂદ્ધ ગુનો દાખલ

અંજારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી લેતા અરેરાટી સાથે આક્રોશની લાગણી ફેલાઈ છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીના વૈંકુઠધામ સોસાયટીમા રહેતા અનીશભાઈએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અંજારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા, 2 સહિત 5 વિરૂદ્ધ ગુનો દાખલ

અંજાર: અંજારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી લેતા અરેરાટી સાથે આક્રોશની લાગણી ફેલાઈ છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીના વૈંકુઠધામ સોસાયટીમા રહેતા અનીશભાઈએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ભોગ બનનાર અનીશભાઈના ભાઈ ઈરફાન અલીભાઈ સાંજીએ અંજાર પોલીસ મથકે આરોપીઓ આરતી ગૌસ્વામિ, રીયા ગૌસ્વામિ, તેજસ ઉર્ફે ચેતલો, સોહિલ ઉર્ફે ચચો હિંગોળજા અને યાસીન હિંગોળજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

fallbacks

પોલીસે આરોપીઓ વિરુદ્ધ મરવા માટે મજબુર કરવા સહિતની વિવિધ આઇપીસી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે આ ફરિયાદમા ભોગ બનનાર અનીશભાઈએ આરોપીઓ પાસેથી નાણા લીધા હતા અને તેની ભરપાઈ કરતા હતા દરમિયાન લોકડાઉન સમયે ભરપાઈ ન થતા ત્રણ ડાયરી બનાવી આપી હતી. 

જે નાણા ભરપાઇ કરતા હતા જે પૈકી એક ડાયરીના નાણા ભરપાઇ ન થતા ઘરે આવી ઝઘડો કર્યો હતો અને મારમાર્યો હતો. દરમિયાન ભોગ બનનારને લાગી આવતા તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પોલીસે દ્વારા બે મહિલા સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More