Home> Gujarat
Advertisement
Prev
Next

Video : અમદાવાદના PG સેન્ટર 'રામ ભરોસે', યુવકે અડધી રાત્રે આવીને સૂઈ રહેલી યુવતીને અડપલા કર્યાં

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. 

Video : અમદાવાદના PG સેન્ટર 'રામ ભરોસે', યુવકે અડધી રાત્રે આવીને સૂઈ રહેલી યુવતીને અડપલા કર્યાં

મૌલિક ધામેચા/ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. 

fallbacks

રાજ્યસભા ચૂંટણી માટે જો એસ.જયશંકરનું નામ નિશ્ચિત તો, બીજા ઉમેદવાર માટે આ નામ છે ચર્ચામાં...

14 જૂનના રોજ આ ઘટના બની હતી. સી.જી.રોડ પર કમલનયન નામના એપાર્ટમેન્ટમાં અડધી રાત્રે એક યુવક ઘૂસી આવ્યો હતો. આ યુવકે પહેલા તો સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. યુવતી સૂઈ રહી હતી ત્યારે તેણે વિકૃત રીતે તેને સ્પર્શ કર્યો હતો. ત્યાર બાદ યુવક અન્ય એક રૂમમાં ગયો હતો. ત્યાં એક યુવતી વાંચી રહી હોવાથી તેનુ ધ્યાન ગયું હતું. આમ, યુવક તરત ત્યાંથી ભાગી ગયો હતો અને એપા્રટમેન્ટનાં પાર્ક કરેલી ગાડી લઈને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં યુવક યુવતીને કેવી રીતે અડપલા કરી રહ્યો છે તે પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. 

ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ 
છેડતીની બનેલી ઘટના સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશો અપાયા છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરવા કહેવામાં આવ્યું છે. 

ગૃહિણીનું બજેટ વેરવિખેર કરી નાંખે તેટલો સીંગતેલ-કપાસીયા તેલમાં ભાવવધારો થયો

એકલી રહેતી યુવતીઓનું સુરક્ષાનું શું
મહત્વની વાત તો એ છે કે, યુવક જે ફ્લેટમાં ઘૂસ્યો હતો, ત્યાં 19 યુવતીઓ રહે છે. આ ફ્લેટમાં 19 યુવતીઓ સૂઈ રહી હતી, ત્યારે યુવક બિન્દાસ્તપણે અંદર ઘૂસી આવ્યો હતો. તો બીજી તરફ, 14 તારીખની ઘટના બાદ કેમ પીજી સંચાલકે કોઈ એક્શન ન લીધા. અથવા તો પીજી કોઈ પણ સુરક્ષા વગર કેવી રીતે રામભરોસે ચાલે છે. 

પીજીના સંચાલકે હજી સુધી કોઈ પગલા ન લીધા
પીજીના સંચાલક સનીભાઈએ આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, કમલનયન એપાર્ટમેન્ટમાં હું ચાર ફ્લેટમાં પીજી ચલાવુ છું. 20 વર્ષથી મારું પીજી ચાલે છે. દરેક ફ્લેટ એક વોર્ડન રાખી છે. તે દિવસે બન્યુ એમ કે, વોર્ડન બહાર ગયા હતા ત્યારે એક દીકરીને લોક કરવા કહ્યું હતું. એક સ્ટુડન્ટ તાળુ મારવાની ભૂલી ગઈ હતી. ત્યારે રાત્રે 12 વાગ્યે અજાણ્યો શખ્સ ફ્લેટમાં આવ્યો હતો. અમારે ત્યા 12 કેમેરા લાગેલા છે. સૌથી પહેલા તો આ યુવકે પીજીના ફ્લેટમાં બારીમાં ડોકિયુ કર્યું હતું. ત્યાર બાદ મોબાઈલથી વીડિયો લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક ફ્લેટનો દરવાજો ખોલ્યો, અને યુવતીને અડપલા કર્યા. યુવતી સૂતી હતી તેથી તેની હિંમત ખુલી ગઈ હતી અને તે બીજા રૂમમાં ગયો અને ત્યાં ડોકિયુ કરવા લાગ્યો. એ રૂમમાં વાંચતી સ્ટુડન્ટનું ધ્યાન ગયું. ત્યારે યુવક ભાગી ગયો હતો. આ ઘટના બાદ હવે અમે ગાર્ડ રાખ્યો છે. વોર્ડનને ધ્યાનમાં રાખીને અમે પોલીસ ફરિયાદ કરી ન હતી, તેથી હવે અમે આ મામલે ફરિયાદ કરીશું. હવે આ પછી અમે તકેદારી રાખીશું અને યુવતીઓની સુરક્ષાનું ધ્યાન રાખીશું. અમે દિવસે પણ જમાદાર રાખવાની શરૂઆત કરી દીધી છે. 

fallbacks

મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા 
યુવતી અને સંચાલકે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. તથા ન તો આ મામલો બહાર લાવવામાં આવ્યો હતો. ગાંધીનગર મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનરને તપાસના આદેશ આપ્યા છે. મહિલા આયોગના અધ્યક્ષ લીના અંકોલિયાએ કહ્યું કે, આજે આ બનાવ અમારા ધ્યાનમાં આવ્યો છે. પીજીમાં મહિલા સંચાલકો રાખે, જેથી યુવતીઓની સુરક્ષા સચવાય. મેનેજમેન્ટ સામે પગલા લેવાય તે જોઈશું. અમે જાતે તપાસ કરીશું. દીકરીઓને મળીશું. આવી રીતે એકલી રહેતી અને હોસ્ટલમાં રહેતી યુવતીઓ સાથે તેમની તકલીફને લઈને વાત કરીશું. તેમજ આવા પીજી કેવી રીતે ચાલે છે તેની તમામ તપાસ અમે કરીશું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More