Ahmedabad News : અમદાવાદથી રવિવારે એક ગજબની ઘટના સામે આવી છે. પ્રેમમાં પાગલ થયેલા એક યુવકે પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા માટે વાઘના પાંજરામાં છલાંગ લગાવી હતી. અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રવિવારે આ ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં રવિવારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં આ ઘટના બની હતી. જેમાં મૂળ ઉત્તર પ્રદેશના 26 વર્ષીય અરૂણ પાસવાન નામનો યુવક વાઘના પાંજરામાં કૂદકો લગાવવા જઈ રહ્યો હતો. અમદાવાદ કાંકરીયા પ્રાણી સંગ્રહાલય ખાતે યુવકની આ હરકતથી દોડધામ મચી ગઈ હતી. રખીયાલ વિસ્તારમાં રહેતો અરૂણ પાસવાન સફેદ વાઘણના પાજંરામાં ઘુસ્યો હતો. પાંજરાની જાળી પર ચઢી પાંજરાની અંદર રહેલા ઝાડ પર ચઢ્યો હતો. તેનો પગ લપસતાં તે સફેદ વાઘણના પાંજરામાં પડે તેવી સ્થિત સર્જાઈ હતી. પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓએ સમય સુચકચા વાપરી વાઘણને અંદરના પાંજરામાં લીધી હતી. લોકોએ બુમો પાડતાં યુવાન પાંજરાની ગ્રીલ પકડી બહાર આવ્યો હતો. આ અંગે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના કર્મચારી એ મણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સાવધાન! વાવાઝોડું આવી રહ્યું છે, હવામાન વિભાગે જાહેર કરી મોટી ચેતવણી, ગુજરાતને થશે ભયંકર અસર
યુવકે કૂદકો જ લગાવતા સિક્યુરિટી સ્ટાફ સહિત અન્ય લોકોના જીવ અદ્ધ થઈ ગયા હતા. રખિયાલ વિસ્તારમાં રહેતો આ યુવક અમદાવાદમાં કાંકરિયામાં આવેલા ઝૂમાં વાઘના પાંજરામાં ઉતરી ગયો હતો.
સફેદ વાઘણના પાંજરામાં ઘુસી ગયો યુવાન, અને પછી જે થયું.... અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો વીડિયો વાયરલ #Ahmedabad #Kankaria #ViralVideo #tigress #ZEE24Kalak #ZOO #Gujarat #Viral pic.twitter.com/26XpDrVeqI
— Zee 24 Kalak (@Zee24Kalak) February 10, 2025
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક કોઈ પણ ડર વગર વાઘના પાંજરામાં જવા માટે ઉપર ચઢ્યો હતો. તે પાંજરાની અંદર રહેલા ઝાડ સુધી પહોંચી ગયો હતો. તો બીજી તરફ શિકાર સામે આવ્યો છે, તે જોતા વાઘ પણ પાંજરાની કિનાર સુધી પહોંચી ગયો હતો. યુવક નીચે કૂદે એટલે વાઘ તરાપ મારવા તૈયાર હતો. જો યુવકને બચાવી ન લેવાયો હોત તો તે વાઘે તેના પર હુમલો કર્યો હોત. પરંતું સિક્યુરિટી સ્ટાફે યુવકનો જીવ બચાવી તેને પકડી લીધો હતો.
પૂછપરછમાં જાણવા મળ્યું કે, યુવકે તેની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા માટે આ પ્રકારનું પગલું ભર્યું હતું. જોકે, તેનું આ પગલું જીવલેણ સાબિત થઈ શક્તું હોત, જો તેને સમયસર બચાવી લેવામાં આવ્યો ન હોત તો.
સાવધાન! વાવાઝોડું આવી રહ્યું છે, હવામાન વિભાગે જાહેર કરી મોટી ચેતવણી, ગુજરાતને થશે ભયંકર અસર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે