Home> Gujarat
Advertisement
Prev
Next

24 કલાકમાં સુરતમાં હત્યાનો બીજો બનાવ, વધુ એક યુવકની લાશ મળી

ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટીની ઉપમા ધરાવતું સુરત શહેર હવે ધીરે ધીરે ક્રાઈમ નગરી બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ચોવીસ કલાકના ગાળામાં સુરતમાં બીજી હત્યાનો બનાવ બન્યો છે. હજી ગઈકાલે વહેલી સવારે સુરતમાં હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારે હવે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

 24 કલાકમાં સુરતમાં હત્યાનો બીજો બનાવ, વધુ એક યુવકની લાશ મળી

સુરત :ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટીની ઉપમા ધરાવતું સુરત શહેર હવે ધીરે ધીરે ક્રાઈમ નગરી બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ચોવીસ કલાકના ગાળામાં સુરતમાં બીજી હત્યાનો બનાવ બન્યો છે. હજી ગઈકાલે વહેલી સવારે સુરતમાં હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારે હવે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન હોજીવાલા હત્યાનો બનાવ બન્યો છે. સચિન હોજીવાલાના એપેરેલ પાર્ક પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. અખિલેશ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, હજી ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં અભિષેક વામનરાવ નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે ચોવીસ કલાકમાં સુરતમાં બીજી હત્યાનો બનાવ બન્યો છે. ઉપરાઉપરી બની રહેલા હત્યાના બનાવોના પગલે સુરતમાં સલામતીના પ્રશ્નો ઉભા થયા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More