Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન બનશે ઉપયોગી, તૈયાર કર્યું પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર

વિજય રૂપાણીએ આ યુવાઓને તેમના આ ઇનીશ્યેટીવ માટે અભિનંદન અને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, રાજકોટ (Rajkot) ની આ પહેલ આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતને સાકાર કરશે.

કોરોના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન બનશે ઉપયોગી, તૈયાર કર્યું પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર

ગાંધીનગર: કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓક્સિજન (Oxygen) ની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટ (Rajkot) ના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે.

fallbacks

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સમક્ષ ફેરબી ટેકનોલોજી પ્રાયવેટ લિમીટેડના યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર (Oxygen Concentrator) નું ગાંધીનગરમાં નિદર્શન કર્યુ હતું. વિજય રૂપાણીએ આ યુવાઓને તેમના આ ઇનીશ્યેટીવ માટે અભિનંદન અને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, રાજકોટ (Rajkot) ની આ પહેલ આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતને સાકાર કરશે.

અમદાવાદીઓને મળી ૫૮૫ કરોડની ભેટ: સૌથી લાંબો ૩૫ KM નો ભવ્ય રિવરફ્રન્ટ અમદાવાદની શાન- શહેરની શોભા બનશે

મુખ્યમંત્રી સમક્ષ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટનટ્રેટર (Oxygen Concentrator) નું નિદર્શન કરતાં મુકેશ વીરડીયા એ જણાવ્યું કે, ૧૦ લીટર પ્રતિ મિનીટનો ઓક્સિજન ફલો ધરાવતું આ મશીન પ્લગ એન્ડ પ્લે-પોર્ટેબલ છે અને તેના દ્વારા એક સાથે બે દરદીઓને સારવાર આપી શકાય તે માટે બે ફલો ધરાવતું આ મશીન છે.

તેમણે કહ્યું કે, આ મશીન પ્રાયોગિક ધોરણે ત્રણ દિવસ માટે ટેસ્ટીંગ કર્યા બાદ હવે રશિયન સ્ટાર્ન્ડડ પ્રમાણેના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરી-પરવાનગીઓ મેળવ્યા બાદ જ ફાયનલ પ્રોડકટ ટ્રાયલ રન માટે તબીબોને અપાશે. 

મહોમદ રફી તુ બહોત યાદ આયા... કોરોના બાદ રફીના ગીતો સાંભળી પાછી આવી યાદશક્તિ

આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર (Oxygen Concentrator) માં શ્વાસમાં ભેજ આવતો ન હોવાથી ભેજ જન્ય અન્ય રોગ કે મ્યુકોરમાઇસેસીસ (Mucormycosis) જેવા રોગની સંભાવના આ મશીનના ઉપયોગ બાદ નહિવત છે એમ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિદર્શન નિહાળ્યા બાદ તેમને જરૂરી મંજૂરીઓ મેળવવામાં રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે તેમ યુવા સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.

આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર (Oxygen Concentrator) નું નિદર્શન રાજકોટ મહાનગરના વોર્ડ-૬ ના કોર્પોરેટર શ્રી બિપીન બેરા સાથે સર્વશ્રી મુકેશ વીરડીયા, રાજેન્દ્રભાઇ, ગોવિંદભાઇ માલીયા અને ઉમેશભાઇ એ મુખ્યમંત્રી સમક્ષ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More