Accident Rajkot-Jamnagar Highway : ગુજરાત પોલીસ દ્વારા સ્ટંટબાજો પર કડક પગલા લેવા છતાં તેઓ સુધરતા નથી. જામનગર રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરવા યુવકોના ટોળાને ભારે પડ્યા હતા. સૂતા સૂતા બાઈક રેસ લવારનાર ગ્રૂપમાંથી એક ટ્રક સાથે અથડાતા ગંભીક રીતે ઈજાગ્રસ્ત બન્યો છે. જામનગર રાજકોટ હાઇવે નજીક આવેલ ફલ્લા ગામે પાસે કેટલાક યુવકોએ રાતના અંધારામાં બાઈક રેસ લગાવી હતી. સ્ટંટ કરતા યુવાનો પોતાના જીવની પરવાહ કર્યા વગર રસ્તા પર નીકળી પડ્યા હતા.
લૈયારા ગામ ખાતે હઝરત ડાડાપીર દરગાહનો ઉર્સ યોજાયા હતો. તે રાત્રે જામનગર-રાજકોટ હાઇવે પર યુવાનો દ્વારા બાઈકની રેસ લગાવાઈ હતી. જેમાં ફલ્લા ગામ નજીક એક બાઇક ચાલક યુવાન ટ્રક સાથે અથડાતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા.
યુવકો હાઇવે પર બેફામ ગતિએ બાઇક હંકારી સ્ટંટ કરી રહ્યાં તેનો પુરાવો કેમેરામાં કેદ થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવક ગંભીર ઈજાગ્રસ્ત બન્યો છે. અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સ્ટંટ કરી રહેલા અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે