સુરત : શહેરના પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી છેલ્લા ત્રણ માસથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હીત. બે દિવસ અગાઉ તેનો અજાણ્યા ફોન નંબર પરથી પિતાનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ડીસીબી પોલીસે નંબરના આધારે તપાસ કરતા સગીરા અંકલેશ્વરમાં હોવાનું સામે આવ્યું હતું. સગીરાની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે, ઝાકીર નામનાં યુવાને પહેલા તેને પ્રેમ ઝાળમાં ફસાવી અને ત્યાર બાદ તેને દેહ વ્યાપારમાં ધકેલી હતી. પોલીસે હાલ ઝાકારીની શોઘખોળ હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ બદલી
પોલીસ દ્વારા ઝાકીર ઇસ્માઇલ તરકી અને તેની પત્ની સના ઉર્ફે સુમૈયાની પણ અંકલેશ્વર ખાતેથી ધરપકડ કરી હતી. બંન્ને કિશોરો પાસે દેહ વ્યાપાર કરાવતા હતા. પુણા પોલીસ મથક હેઠળ વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ પત્નિ બંન્ને નોકરી કરે છે. તેમની ત્રણ પુત્રી, એક પુત્રી સાથે જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન 14 વર્ષિય દીકરી ત્રણ મહિના અગાઉ ઘરેથી વસ્તુ લેવા જવાનું કહીને નિકળી ગઇ હતી. જો કે લાંબા સમય સુધી પરત નહી ફરતા તમામ સ્થળો પર તપાસ કરવા છતા તે પરત ફરી નહોતી. આખરે પુણા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરાવી હતી.
જૂનાગઢમાં ઓનર કિલિંગ? પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા પિતાની આત્મહત્યા અને ભાઇએ...
દરમિયાન ગત્ત 21 મેના દિવસે રાત્રીના સમયે ગુમ મીનાએ પિતાના મોબાઇલ ફોન પર સંપર્ક કરીને જણાવ્યું કે, હું ફસાઇ ગઇ છું. મને ક્યાં રાખવામાં આવી તેની માહિતી નથી. ત્યાર બાદ ફોન કટ કરી નાખ્યો હતો. સગીર પુત્રીનાં ગુમ થવા અંગે ડીસીબી પોલીસેમોબાઇલ ફોન નંબરનાં આધારે પગેરૂ શોધતા ગુમ થયેલી મીના અંકલેશ્વર ખાતેથી મળી આવી હતી. પોલીસે તેને ઝડપી લઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે