સપના શર્મા/ગાંધીનગર : બિપરજોય વાવાઝોડાને લઇ ZEE 24 કલાક પાસે EXCLUSIVE માહિતી મળી રહી છે. રાહત નિયામક કચેરીએ કયા જિલ્લામાં કેટલા ગામોને વાવાઝોડાની સંભવિત અસર થઇ શકે છે તેની માહિતી એકત્ર કરી છે. જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીના ગામોની માહિતી એકત્ર કરવામાં આવી છે.
સૌથી વધુ કચ્છના 7 તાલુકા અને ગીર સોમનાથના 6 તાલુકાના સમાવેશ થાય છે.
આ સાથે દરેક જિલ્લાઓમાં શેલ્ટર હાઉસની પણ વ્યવસ્થા
જૂનાગઢમાં 196, કચ્છમાં 220, જામનગરમાં 56, પોરબંદર 140, દેવભૂમિ દ્વારકા 182, ગીર સોમનાથમાં 90 અને મોરબીમાં 31 શેલ્ટર હાઉસની વ્યવસ્થા કરાઈ છે.
મહત્વનું છે કે, બિપરજોય વાવાઝોડાને લઈ વલસાડ ખાતે એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRF દ્વારા વલસાડના તિથલ દરિયા કિનારે મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
બીપરજોય વાવાઝોડું ગુજરાત ની નજીક આવી રહયું છે જેને લઈ રાજ્ય સરકાર સાથે દરિયા કિનારે આવેલ તમામ જિલ્લાના વહીવટી તંત્ર સજ્જ બન્યા છે ત્યારે જો વલસાડ જિલ્લાની જો વાત કરી એ તો વલસાડ ખાતે એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRFની ટિમ દ્રારા આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે નિરીક્ષણ કર્યું. સાથે જિલ્લા વહીવટી તંત્ર અને ફાયરની ટીમ બેઠક કરી.
જિલ્લાની તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. ત્યારે NDRF દ્વારા 28 ગામોના સરપંચો સાથે સંપર્ક સાધ્યા જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો NDRFની ટીમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયાર પૂર્ણ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે