ઉદય રંજન, અમદાવાદ: ગાંધી રોડ ઉપર આવેલી આંગડિયા પેઢીમાં રૂપિયા 75 લાખની છેતરપિંડીની ઘટનાએ આકાર લીધો છે. આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા લઈને મેઈન બ્રાંચમાં જમા કરાવવા નીકળ્યો હતો. પરંતુ મેઈન બ્રાંચમાં પૈસા જમા નહિ કરાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
ગાંધી રોડ પર આવેલી કનુભાઈ કાંતિલાલ આંગડિયા પેઢી સાથે 75 લાખ રૂપિયાની તેના જ કર્મચારીએ છેતરપિંડી કરી હોવાની ઘટના બાબતે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
Gandhinagar: હવે જનતાને ખાવા નહી પડે ધરમના ધક્કા, મુખ્યમંત્રીએ અધિકારીઓ અને મંત્રીઓને કર્યો આ આદેશ
જેમાં ખાડિયા પોલીસે ઘટનાની સંપૂર્ણ વિગત જાણ્યા બાદ આંગડિયા પેઢીમાં કામ કરતા કિશન રાજેશ ભાઈ પટેલ નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ છેલ્લા ઘણા વર્ષોથી આંગડિયા પેઢીમાં કામ કરતો હતો. જેથી તેના પર આંગડિયા પેઢીને વિશ્વાસ હતો.
પરંતુ તે જ વિશ્વાસનો દુરુપયોગ કરીને આરોપી કિશન પટેલ 75 લાખ રૂપિયાની ઠગાઇ અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો. જેને શોધવા માટે હાલ પોલીસે અલગ અલગ ટીમ બનાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે