Home> Gujarat
Advertisement
Prev
Next

મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ

ગૂગલ પ્લેસ્ટોર તેમજ એપલ આઈઓએસ પરથી આ એપ તમે ડાઉનલોડ કરી શકો છે.

મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં,  181 અભયમ એપ્લિકેશન લોન્ચ

ગાંધીનગરઃ મહિલાઓની સુરક્ષા જળવાઇ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઇપણ ખૂણામાં રહેતી મહિલાને મુશ્કેલીના સમયમાં આ એપ્લિકેશન મદદરૂપ થશે. 

fallbacks

હાલમાં સ્માર્ટફોન તમામની પાસે હોય છે. ત્યારે લોકોને જરૂરીયાતના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે 181 મહિલા હેલ્પલાઇન સેવાની અદ્યતન મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમમાં સીએમ, પ્રદીપ સિંહ જાડેજા અને મહિલા બાળવિકાસ મંત્રી વિભાવરી દવે હાજર રહ્યાં હતા. 

ગૂગલ પ્લેસ્ટોર તેમજ એપલ આઈઓએસ પરથી આ એપ તમે ડાઉનલોડ કરી શકો છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ, મહિલા આયોગ અને જીવીકે એમઆરઆઈના સહયોગથી આ એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

શું છે આ એપમાં?
હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિચિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઇલ એપ દ્વારા 181 હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી રેસ્ક્યૂ વાન કે પોલીસની ટીમ મદદે આવશે. 

મહિલા ઘટનાસ્થળ વિશે માહિતી ન આપી શકે તો પેનીક બટન દવાબતા જ ઘટનાસ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચી જશે. 

મોબાઇલ જોરથી હલાવથો પણ કોલ થઈ શકશે, જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે. 

એપમાં 181 બટન દવાબવાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસંબંધિ કે મિત્રોને એસએમએસથી જાણ થઈ જશે. 

મહિલા ઘટનાસ્થળના ફોટો અને વીડિયો પણ હેલ્પલાઇન સેન્ટર મોકલી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More