Desi Ghee benefits: ડાયાબિટીસ એવી બીમારી છે જેને મટાડી શકાતી નથી. ડાયટ અને દવાની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી જરૂરી છે અને તેની સાથે જ ડાયટમાં પણ ધ્યાન રાખવું પડે છે . તમે ડાયટમાં કેટલાક સામાન્ય ફેરફાર કરીને પણ બ્લડ સુગરને નોર્મલ રાખી શકો છો. આજે તમને જણાવીએ કે દેશી ઘી ની મદદથી બ્લડ સુગર લેવલને કેવી રીતે નોર્મલ રાખી શકાય?
આ પણ વાંચો: ટ્રાય કરવા જેવી ટ્રીક, માથું દુખે ત્યારે વિદ્યા બાલન બોલે આ 4 શબ્દ અને મટી જાય માથું
બ્લડ સુગર કંટ્રોલ કરશે દેશી ઘી
ઘી માં હેલ્થી ફેટ હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. ઘી માં એવા પોષક તત્વ હોય છે જે હાર્ટ હેલ્થ પણ સુધારે છે. એટલું જ નહીં ઘી બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે. દેશી ઘી નું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટીવીટી વધે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો: જીવલેણ ન્યુમોનિયાના શરુઆતી લક્ષણો, ઉધરસને સામાન્ય ગણી લાંબા સમય સુધી ઈગ્નોર ન કરો
ઘી માં રહેલા પોષક તત્વો
ઘીમાં વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી, એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરના સોજા દૂર કરવામાં પણ મદદ કરે છે. ઘીનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઘી માં કાર્બોહાઈડ્રેટ નથી હોતા તે કાર્બ ફ્રી હોવાથી શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઈક નથી થતું.
આ પણ વાંચો: કિડની ડેમેજ થાય ત્યારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, ધ્યાન ન આપો તો કિડની થઈ જાય ફેલ
ઘીનું સેવન કેવી રીતે કરવું?
ડાયાબિટીસના દર્દીઓ જો ભાત ખાતા હોય તો તેમણે ગરમ ભાતમાં એક ચમચી ઘી મિક્સ કરીને ખાવું જોઈએ. રોટલીમાં પણ ઘી લગાડીને ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી નથી વધતું. ડાયાબિટીસમાં રોજ બે થી ત્રણ ચમચી દેશી ઘી ખાઈ શકાય છે. ઘી સવારે નાસ્તા અને બપોરે જમવામાં સામેલ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે