White Food: ડાયાબિટીસ એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. જો એકવાર ડાયાબિટીસ થાય તો તેને મટાડી શકાતું નથી ફક્ત તેને કંટ્રોલ કરી શકાય છે. આ ખતરનાક બીમારીને લઈને સૌથી મોટી માન્યતા લોકોમાં એ પ્રવર્તે છે કે ખાંડ ખાવાથી જ ડાયાબિટીસ થાય. અથવા તો જે લોકો વધારે ગળ્યું ખાતા હોય તેને ડાયાબિટીસ થાય. પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. ખાંડ અને મીઠાઈ સિવાય ત્રણ એવી વસ્તુઓ પણ છે જેને વધારે માત્રામાં લેવાથી ડાયાબિટીસનું જોખમ ઊભું થાય છે. આ 3 વસ્તુઓ મીઠી નથી છતાં પણ શરીરને નુકસાન કરે છે.
આ પણ વાંચો: Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
રોજિંદા આહારમાં ઉપયોગમાં આવતી ઘણી બધી વસ્તુઓ એવી છે જે સ્વાદમાં મીઠી ન હોવા છતાં પણ શરીરને ખાંડ જેટલું જ નુકસાન કરે છે.. તેથી જ જો સ્વસ્થ રહેવું હોય અને ડાયાબિટીસનું જોખમ ટાળવું હોય તો આ ત્રણ વસ્તુઓ પણ મર્યાદિત માત્રામાં જ લેવી. કારણ કે આ ત્રણ વસ્તુઓ પણ ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે.
3 સફેદ વસ્તુથી વધે છે ડાયાબિટીસનું જોખમ
આ પણ વાંચો: હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
ચોખા
ભારતમાં ચોખા ઘઉં પછી સૌથી વધુ ખવાતું અનાજ છે. ચોખા ખાંડની જેમ સ્વાદમાં મીઠા નથી હોતા પરંતુ તેમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓને સફેદ ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. જે લોકોને ડાયાબિટીસ ન હોય તેમને પણ વધારે માત્રામાં રોજ ચોખા ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે. ચોખા ખાવાથી ડાયાબિટીસ થવાનું રિસ્ક અનેક ગણું વધી જાય છે.
આ પણ વાંચો: વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
બટેટા
બટેટાને શાકનો રાજા કહેવાય છે. કોઈપણ વાનગી હોય તેમાં બટેટાનો ઉપયોગ થાય છે. ઉત્તર ભારતમાં બટેટાનો ઉપયોગ સૌથી વધુ થાય છે. બટેટા પણ સ્વાદમાં મીઠા નથી હોતા પરંતુ તેમાં સ્ટાર્ચ હોવાના કારણે તે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતું શાક ગણાય છે. જે શરીરમાં નેચરલી સુગર વધારે છે. તેથી જ જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે વધારે બટેટાનું સેવન કરવું નહીં.
આ પણ વાંચો: સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ
મેંદો
બજારમાં મળતી મોટાભાગની વસ્તુઓમાં મેંદાનો ઉપયોગ થાય છે. દિવસની શરૂઆતમાં નાસ્તામાં વપરાતી બ્રેડથી લઈને ટેસ્ટી સમોસામાં મેંદાનો જ ઉપયોગ થાય છે. મેંદાથી બનેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મેંદો ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે. મેંદો પાચનને ખરાબ કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાને બદલે તેને ખરાબ અવસ્થામાં લઈ જાય છે. મેંદામાં પોષક તત્વોની ખામી હોય છે જે શરીર માટે નુકસાનકારક છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે