Uric Acid: યુરિક એસિડ શરીરમાં બનતો નેચરલ પદાર્થ છે. યુરિક એસિડ શરીરમાં પ્યૂરીન નામના પદાર્થના તુટવાથી બને છે. જ્યારે આ પદાર્થની માત્રા વધવા લાગે છે તો શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે. યુરિક એસિડ વધારે રહેતું હોય તો હાડકાના સાંધા સંબંધિત સમસ્યા શરુ થઈ જાય છે.
આ પણ વાંચો: શેમ્પૂ કે પાણીના કારણે જ નહીં, શરીરમાં આ 4 બીમારી વધતી હોય તો પણ ખરવા લાગે છે વાળ
યુરિક એસિડ સાંધાને પ્રભાવિત કરે છે. તેનાથી દુખાવો, સોજા અને ગઠિયા જેવી સમસ્યાનું રિસ્ક અનેકગણું વધી જાય છે. યુરિક એસિડ સતત વધારે રહે તો શરીરની ઈમ્યુનિટી પણ નબળી પડી જાય છે અને શરીરના સાંધાને પણ નુકસાન થાય છે. તેથી જ જેમને યુરિક એસિડની સમસ્યા હોય તેમણે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: બીપી સહિત આ 5 સમસ્યા હોય તેણે ન ખાવા ચિયા સીડ્સ, ફાયદાને બદલે નુકસાન કરશે
દાળ અને કઠોળ શરીર માટે ફાયદાકારક છે. કેટલીક દાળ અને કઠોળ શરીરને જરુરી પ્રોટીન પુરુ પાડે છે. પરંતુ સાથે જ યુરિક એસિડ પણ વધારે છે. ખાસ તો જે લોકોને યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે આ 4 દાળ તો ખાવી જ નહીં. કારણ કે આ દાળ યુરિક એસિડનું લેવલ ઝડપથી વધારી દે છે.
આ પણ વાંચો: એન્ઝાઈટી અને સ્ટ્રેસનો સૌથી અસરદાર દેશી ઈલાજ, આ લીલા પાન ચાવવાથી મન તુરંત શાંત થશે
મસૂર દાળ
મસૂર દાળ પોષકતત્વોથી ભરપુર હોય છે. પરંતુ તેમાં પ્યૂરીનનું પ્રમાણ વધારે હોય છે. વધારે પ્રમાણમાં અથવા નિયમિત રીતે મસૂરની દાળ ખાવાથી યુરિક એસિડનું સ્તર વધી જાય છે. જેના કારણે સાંધામાં દુખાવા વધે છે અને સાંધા જકડાઈ જાય છે.
આ પણ વાંચો: Liver: હળદરથી લઈ લસણ સુધીની આ વસ્તુઓ લીવરને અંદરથી કરશે સાફ, ડાયટમાં કરો સામેલ
અડદની દાળ
અડદની દાળ અને અડદની દાળમાંથી બનેલી વસ્તુઓ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેમાં પ્યૂરીનનું પ્રમાણ વધારે હોય છે. જો તમે રોજ અડદની દાળ ખાવ છો તો તે યુરિક એસિડનું લેવન વધારે છે અને સાંધા જકડાઈ શકે છે. તેથી સપ્તાહમાં એક કે બે વખત જ આ દાળ ખાવી જોઈએ.
આ પણ વાંચો: ડાયાબિટીસની શરુઆતમાં સવારે દેખાતા લક્ષણો, આ 4 સંકેતોને ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં
રાજમા
રાજમા પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. પરંતુ તેમાં પ્યૂરીન પણ વધારે હોય છે. વધારે રાજમા ખાવાથી ગઠિયાનું જોખમ પણ વધે છે. રાજમા પચવામાં પણ ભારે હોય છે તેથી તેને ખાતા પહેલા સારી રીતે સાફ કરવા અને સારી રીતે બાફવા જરૂરી છે. યુરિક એસિડમાં રાજમા મર્યાદિત માત્રામાં જ લેવા.
આ પણ વાંચો: શરીરમાં ક્યાંથી શરુ થાય હાડકાનું કેન્સર ? જાણો હાડકાના કેન્સરથી બચવા શું કરવું જોઈએ
ચણાની દાળ
ચણાની દાળ પોષણથી ભરપુર હોય છે પરંતુ તેમાં પણ પ્યુરીન હોય છે. વધારે માત્રામાં કે રોજ ચણાની દાળ ખાવાથી યુરિક એસિડ વધી શકે છે તેના કારણે હાડકામાં દુખાવો અને સોજા થઈ શકે છે. તેથી તેનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું.
આ દાળ ઓછી માત્રામાં ખાવી અને જ્યારે પણ આ વસ્તુઓ આહારમાં સામેલ કરો ત્યારે 8 થી 10 ગ્લાસ પાણી પીવું જેથી પેશાબ વાટે યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળી જાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે