Home> Health
Advertisement
Prev
Next

Ayurvedic Drinks: આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં, બસ સવારે આ 5 માંથી કોઈ એક વસ્તુ પી લેવી

Ayurvedic Drinks For Diabetes: જો તમારી ઈચ્છા હોય કે આખો દિવસ તમારું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તો આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે આ કામ કરી શકે છે. અહીં તમને પાંચ એવા ડ્રિંક વિશે જણાવીએ જેમાંથી કોઈ એકને પણ રોજ સવારે પી લેશો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. 

Ayurvedic Drinks: આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં, બસ સવારે આ 5 માંથી કોઈ એક વસ્તુ પી લેવી

Ayurvedic Drinks For Diabetes: આ સૌથી મોટી સમસ્યા છે. ગુજરાતીઓ મોટાભાગે ડાયાબિટીસ જોવા મળે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે તે માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાવા પીવાની બાબતમાં ખુબ જ સતર્ક રહેવું પડે છે. જો ખાવા પીવાની બાબતમાં બેદરકારી રાખવામાં આવે તો બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. તેવામાં જો તમારી ઈચ્છા હોય કે આખો દિવસ તમારું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તો આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે આ કામ કરી શકે છે. અહીં તમને પાંચ એવા ડ્રિંક વિશે જણાવીએ જેમાંથી કોઈ એકને પણ રોજ સવારે પી લેશો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. 

fallbacks

આ પણ વાંચો: Banana Benefits: રોજ નાસ્તામાં એક કેળુ ખાવાની કરો શરુઆત, શરીરને થાય છે આટલા ફાયદા

બ્લડ સુગર કંટ્રોલ કરશે આ 5 ડ્રિંક

1. જો સવારે ખાલી પેટ તમે વિટામીન સી થી ભરપુર આમળાનું સેવન કરી લ્યો છો તો બ્લડ સુગરમાં ફાયદો થાય છે. આમળા ફાઇબરથી ભરપૂર હોય છે. તેના માટે બે થી ત્રણ આમળાના ટુકડા કરી થોડું પાણી ઉમેરી તેનો રસ બનાવી લેવો. આમળાનો રસ રોજ સવારે ખાલી પેટ પીલેવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આ તમને ફાયદો કરાવશે.

2. કારેલા પણ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કારેલા એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે રોજ સવારે કારેલાનું જ્યુસ પી લેવાથી બ્લડ સુગર વધવાની સમસ્યાથી મુક્તિ મળે છે. નિયમિત રીતે સવારે કારેલાનો તાજો રસ પી લેવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. 

આ પણ વાંચો: Buttermilk Benefits: બપોરે જમવાની સાથે છાશ પીવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો

3. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે મેથી પણ ખૂબ જ ઉપયોગી છે. રાત્રે મેથીને પાણીમાં પલાળી સવારે આ પાણી ગાળી અને તેને પી લેવાથી પણ ફાયદો થાય છે. આ સિવાય તમે મેથીને પાણીમાં ઉકાળીને હુંફાળું પાણી પણ પી શકો છો. 

4. બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે તજ સૌથી વધારે અસરકારક સાબિત થાય છે. ખાલી પેટ તજની ચા પી લેવાથી સૌથી વધુ ફાયદો થશે. તજ એન્ટી ઇન્ફ્લેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. એક ગ્લાસ પાણીમાં થોડા તજના ટુકડા અથવા તો તજનો પાવડર ઉમેરી તેને બરાબર ઉકાળી ચાની જેમ પી લેવું જોઈએ. 

આ પણ વાંચો: Cough : ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અજમાવો દવાથી વધુ અસરકારક આ દેશી નુસખા

5. હાઈ બ્લડ સુગરની સમસ્યાથી પરેશાન લોકોએ પોતાના ડેઇલી રૂટિનમાં આદુ અને લીંબુનું સેવન પણ કરવું જોઈએ. સવારે દૂધ અને ખાંડવાળી ચા પીવાને બદલે લેમન જીંજર ટી પીવાથી લાભ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More