Liver Detox Drinks: લીવરમાં ખરાબી માત્ર દારૂના વ્યસનના કારણે નથી થતી. ઘણીવાર ખરાબ આહાર અને મેડિકલ કન્ડિશનના કારણે પણ આવી સમસ્યા થઈ શકે છે. જો લીવર ડેમેજ થઈ જાય તો જીવન જોખમમાં મુકાઈ જાય છે. આ સ્થિતિ ન સર્જાય તે માટે સમયસર લીવરને હેલ્ધી રાખવાના ઉપાય શરૂ કરી દેવા જોઈએ. લીવરને હેલ્ધી રાખવા માટે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને ડિટોક્સ ડ્રિન્ક બનાવીને તેનો સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો: ઉદાસી, વધારે પડતી ભુખ સહિત આ 5 લક્ષણોને ન કરો ઈગ્નોર, ડિપ્રેશનની શરુઆતમાં થાય છે આવુ
આ 5 ડિટોક્સ ડ્રિંક લીવરની ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. આ ડ્રિન્ક પીવાથી લીવરમાં જામેલું ફેટ પણ ઓગળી જાય છે. જે લોકો વધારે પડતું બહારનું ભોજન અને જંક ફૂડ ખાતા હોય તેમના લીવરમાં ફેટ સહિતની ગંદકી ઝડપથી જામે છે. તેને દૂર કરવામાં આ 5 ડ્રીંક મદદ કરી શકે છે.
આ પણ વાંચો: ધમનીઓ બ્લોક હોય ત્યારે શરીરમાં દેખાય આ લક્ષણો, 5 માંથી 1 ને પણ ઈગ્નોર ન કરતાં
જો ત્વચામાં ખંજવાળ, ડાર્ક યુરિન, સતત થાક લાગવો, ઉલટીઓ થવી, પેટમાં દુખાવો, ત્વચા પીળી પડી જવી, આંખ સફેદ દેખાવી.. જેવા લક્ષણો જણાતા હોય તો લીવરના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આ પ્રકારના લક્ષણોને ઇગ્નોર કરવા નહીં. આવા લક્ષણો જણાવતા હોય તેને તુરંત જ આ પાંચમાંથી કોઈ એક વસ્તુ પીવાની શરૂઆત કરી દેવી જોઈએ. આ વસ્તુઓ લીવરને નેચરલી ડિટોક્ષ કરે છે અને હેલ્ધી રાખે છે.
લીવરના ડિટોક્સ કરવાના નેચરલ ઉપાય
આ પણ વાંચો: શરીરના આ અંગોમાં થતો દુખાવો કિડની ડેમેજનું હોય શકે લક્ષણ, સમયસર ધ્યાન આપવું જરૂરી
1. ફુદીનાના પાનમાં મેન્થોલ સહિતના જરૂરી પોષક તત્વ હોય છે. તે ડિટોક્ષ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવે છે. તે પાચનમાં પણ સહાયતા કરે છે. ફુદીનામાંથી ચા બનાવવા માટે એક વાટકી પાણી ઉકાળો અને તેમાં ફુદીનાના પાન ઉમેરો. પાંચ મિનિટ તેને ઉકાળો અને પછી રાત્રે સૂવાના અડધી કલાક પહેલાં પી લો.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ સફેદ વસ્તુ મિક્સ કરી મસાજ કરો, મટી જશે સ્નાયૂ અને સાંધાના દુખાવા
2. આયુર્વેદમાં વર્ષોથી હળદરનો ઉપયોગ થાય છે. હળદર એક શક્તિશાળી ઔષધી છે. હળદરની ચા પીવાથી પણ લીવર અને શરીર ડિટોક્સ થાય છે. તેના માટે એક ગ્લાસ પાણીને ઉકાળો અને તેમાં ચપટી હળદર મિક્સ કરો. પાણી અડધું બચે પછી ગેસ બંધ કરી તેને હૂંફાળું થવા દો. ત્યાર પછી તેમાં મધ ઉમેરીને પી જવું.
આ પણ વાંચો: સવારે ખાલી પેટ પીવા લાગો આ લીલું પાણી, કોલેસ્ટ્રોલ, વજન, શુગર બધું રહેશે કંટ્રોલમાં
3. આદુ અને લીંબુનું મિશ્રણ પણ શરીરને ડિટોક્સ કરવામાં અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે. આ મિશ્રણ સોજાથી રાહત આપે છે અને ચયાપચયને વધારે છે. એક ગ્લાસ પાણી ઉકાળી તેમાં આદુ ઉમેરો. 5 મિનિટ ઉકાળીને ગેસ બંધ કરો અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરીને પી જવું.
આ પણ વાંચો: આખા દિવસમાં 5 મિનિટ કરી લો આ કામ, સ્ટ્રેસ-એન્ઝાઈટી દુર થશે, હાર્ટ રહેશે હેલ્ધી
4. મેથીનું પાણી નિયમિત પીવાથી વજન ઓછું થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. તેનાથી મળ ત્યાગની પ્રક્રિયા સરળ થાય છે. મેથીનું ડિટોક્સ ડ્રિંક તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં એક ચમચી મેથીનો પાઉડર મિક્સ કરો. ત્યાર પછી તેનું સેવન કરો. તમે પાણીમાં રાત્રે મેથી પલાળી સવારે તે પાણીને ગરમ કરીને પી શકો છો.
આ પણ વાંચો: શું તમે પણ દિવસ દરમિયાન વારંવાર ટચાકા ફોડે રાખો છો ? તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
5. કેમોમોમાઈ ટી એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે. તે સ્ટ્રેસ દૂર કરે છે અને ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. તેના માટે એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં એક ચમચી ફુલ મિક્સ કરો અને ગેસ બંધ કરી દો. દસ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો અને પછી આ ચા પી લેવી. આ ડ્રિન્ક ને અઠવાડિયામાં બે વખત પીવાનું રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે