Home> Health
Advertisement
Prev
Next

Liver Cancer: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ

Liver Cancer Causes: ખાવાપીવાની કેટલીક વસ્તુઓ એવી છે જેને રોજ ખાવામાં આવે તો તે લીવર માટે એસિડ સમાન સાબિત થાય છે. આ વસ્તુઓ ધીરેધીરે લીવરને સડાવી નાખે છે અને તેના કારણે શરીરમાં કેન્સર સેલ્સનો ગ્રોથ પણ ઝડપી થઈ જાય છે. 
 

Liver Cancer: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ

Liver Cancer Causes: લીવર કેન્સર થવાનું સૌથી કોમન કારણ હેપેટાઈટિસ બી અને સી વાયરસ ઈંફેકશન છે. પરંતુ આ જીવલેણ સમસ્યાથી બચી શકાય છે. જો તમે લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફાર કરો. કારણ કે રોજના લાઈફસ્ટાઈલ ફેક્ટર્સના કારણે આ બીમારીનું જોખમ વધી જાય છે. જેમાં મુખ્ય રીતે 5 ફુડ આઈટમનો સમાવેશ થાય છે. આ ફુડનું સેવન રોજ અને વધારે પ્રમાણમાં કરવામાં આવે તો તે લીવર કેન્સરનું કારણ બની શકે છે.

fallbacks

આ પણ વાંચો: લીવરને સડતા બચાવવું હોય તો આ રીતે ખાવી હળદર, આ ઉપાય ફેટી લીવરમાં કરશે ફાયદો

ફેટી લીવરની સમસ્યા થયા પછી લીવર કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. એક રીપોર્ટ અનુસાર આગામી 20 થી 25 વર્ષમાં લીવર કેન્સરના કેસ ડબલ થઈ જાય તેવી સંભાવના છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર દુનિયાભરમાં દર વર્ષે 8,00,000 થી વધુ લોકો લીવર કેન્સરનો ભોગ બને છે. લીવર કેન્સર દુનિયાભરમાં કેન્સરના કારણે થતા મોતનું પ્રમુખ કારણ છે. તેના કારણે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે. 

આ પણ વાંચો: મોઢામાં કેન્સર થયું હોય તો શરુઆતમાં દેખાય આ 8 સંકેત, સામાન્ય ગણી ઈગ્નોર ન કરવા

ફેટી લીવર પછી લીવર કેન્સર સુધી ન પહોંચવું હોય તો આ 5 ફુડને રોજ અને વધારે માત્રામાં ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જો તમે આ 5 વસ્તુઓ નિયમિત અથવા વધારે પ્રમાણમાં લેશો તો તમે લીવર કેન્સરની રડારમાં આવી જશો. લીવર કેન્સર એટલા માટે પણ જીવલેણ સાબિત થાય છે કે આ કેન્સરની શરુઆતમાં કોઈ સંકેત દેખાતા જ નથી. તેથી બચાવ માટે સારવાર શરુ કરવામાં મોડું થઈ જાય છે. 

આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં વધે છે સાપ કરડવાનું જોખમ, જાણો સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું?

રેડ મીટ

રેડ મીટનું વધારે સેવન કરતા લોકોમાં લીવર કેન્સર થવાનું જોખમ અનેકગણું વધારે હોય છે. રેડ મીટ વધારે લેતા લોકોમાં કેન્સરથી મૃત્યુનું જોખમ પણ વધી જાય છે. 

આ પણ વાંચો: ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ

પ્રોસેસ્ડ મીટ

પ્રોસેસ્ટ મીટમાં આયરન અને સેચુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે કેન્સરનું જોખમ વધે છે. પ્રોસેસ્ડ મીટ વધારે લેવાથી ઈંસુલિન પ્રતિરોધની સમસ્યા થાય છે જે લીવર કેન્સર સાથે જોડાયેલું હોય છે. 

આ પણ વાંચો: સ્કિન પર આ રીતે દેખાય છે બ્લડ કેન્સરના શરુઆતી લક્ષણો, સમયસર ઈલાજથી કેન્સરમાં બચી શકે

દારુ

નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર થોડી માત્રામાં દારુ પણ લીવરમાં કેન્સર સેલ્સના ગ્રોથને ટ્રીગર કરે છે. તેની સાથે આલ્કોહોલ કેન્સરના પ્રોગ્રેશન સાથે પણ જોડાયેલું છે. 

આ પણ વાંચો: Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?

ખાંડ

ખાંડ વધારે પ્રમાણમાં લેવાથી ફક્ત ડાયાબિટીસ જ નહીં કેન્સર થવાનું જોખમ પણ છે. જો કે તે ડાયરેક્ટ લીવર કેન્સર સાથે સંકળાયેલી નથી. પરંતુ રોજ વધારે માત્રામાં ખાંડ લેવાથી સેલ્યુલર ડેમેજ થઈ શકે છે. જે લીવર કેન્સર થવાનું રીસ્ક વધારી શકે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More