Bad Cholesterol: કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે જે શરીર માટે નવી કોશિકા અને હોર્મોન્સ બનાવવાનું કામ કરે છે. પરંતુ જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે ત્યારે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે દવા ખાવી જરૂરી હોય છે. પરંતુ તમે દવાની સાથે આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો તમે નેચરલી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં સફળ થશો.
આ પણ વાંચો: Turmeric Benefit: હળદરને આ 4 વસ્તુ સાથે લેશો તો સ્કિનથી લઈને હેલ્થને થશે ઘણા ફાયદા
મીઠા લીમડાના પાન
મીઠા લીમડાના પાન શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ અસરકારક છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ ગુડ કોલેસ્ટ્રોલને વધારવા માટે જરૂરી છે. તમે દરરોજ રસોઈમાં 8-10 લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. અથવા તો તેનો રસ બનાવીને પણ પી શકો છો.
કોથમીરના પાન
કોથમીરનો ઉપયોગ દરેક ઘરમાં રસોઈમાં થાય છે. પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે ભોજનનો સ્વાદ વધારવાની સાથે કોથમીર સ્વાસ્થ્યને સુધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરી શકો છો.
આ પણ વાંચો: સ્વાદમાં ખાટું લીંબુ શરીરને અનેક સમસ્યાથી આપે છે રાહત, જાણો તેના ફાયદાઓ વિશે
જાંબુના પાન
જો તમે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઘરેલું ઉપાય શોધી રહ્યા છો તો જાંબુના પાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ નસોમાં જમા થયેલી ચરબીને ઘટાડવાનું કામ કરે છે. તમે જાંબુના પાનને પાવડર તરીકે લઈ શકો છો.
મેથીના પાન
મેથીના પાન પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આવી સ્થિતિમાં, હાઈ કોલેસ્ટ્રોલને સામાન્ય કરવા માટે મેથીના પાનનો રસ પી શકો છો.
આ પણ વાંચો: સ્તન કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ ગુમાવે છે જીવ, જાણો તેના લક્ષણો વિશે
તુલસીના પાન
બેડ કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય કરવામાં તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરના વજન અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. તમે દરરોજ સવારે ખાલી પેટ તુલસીના પાનનું સેવન કરી શકો છો. દિવસ દરમિયાન 5 પાન જ ખાવા.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે