Spices For Gut Health: સારી લાઈફ જીવવા માટે સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે. આમ તો લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેવા લાગ્યા છે પરંતુ તેમ છતાં ઘણીવાર લોકો અનહેલ્ધી ફુડ તરફ લલચાઈ જાય છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે તો સૌથી પહેલા ગટ હેલ્થ પર ધ્યાન આપવામાં આવે છે. કહેવાય છે કે જો ગટ હેલ્થ સારી રહે તો બધું જ સારું રહે. પાચન, રોગ પ્રતિકારક શક્તિ, મૂડ, મેટાબોલિઝમ બધું જ સારું રહે છે.
આ પણ વાંચો: 300 પાર શુગર લેવલ પણ કંટ્રોલમાં આવી જશે. ડાયટમાં સામેલ કરી લો આ લીલી ચટણી
હેલ્થને સપોર્ટ કરે તેવી સપ્લીમેન્ટ હવે તો સરળતાથી મળી રહે છે પરંતુ સપ્લીમેન્ટ વિના પણ તમે ગટ હેલ્થ પર ધ્યાન આપી શકો છો. આ કામમાં ઘરમાં રહેલા મસાલા મદદ કરશે. આજે તમને 7 એવા મસાલા વિશે જણાવીએ જે ગટ હેલ્થ માટે વરદાન છે. આ મસાલા એટલા પાવરફુલ છે કે તેની અસર કેટલીક સમસ્યામાં તુરંત દેખાય છે.
આ પણ વાંચો: પુરુષોની શક્તિ બમણી કરે છે હિમાલયની આ જડીબુટ્ટી, 60 વર્ષે પણ રહેશે 30 જેવી એનર્જી
હળદર
હળદર શરીર માટે અમૃત સમાન ઔષધી છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે. તેમાં સોજા રોધી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. હળદરને કાળા મરી સાથે મિક્સ કરીને ખાવાથી બમણો લાભ થાય છે. હળદર ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ અને ઈંફ્લેમેટરી બાઉલ ડિસીઝની સ્થિતિમાં મદદ કરે છે.
આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો ન ખાતા આ Food, ખાવાથી બ્લોક થઈ જશે ધમનીઓ
આદુ
આદુ પણ ગટ હેલ્થ માટે વરદાન સમાન છે. આદુની મદદથી ઉલટી જેવી સમસ્યા ઓછી કરવામાં મદદ મળે છે. આદુ પાચનમાં મદદરુપ થાય છે અને સોજા ઓછા કરવામાં પણ આદુ મદદ કરે છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે આદુનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: Burn Injury:કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે
વરિયાળી
વરિયાળી પેટ સંબંધિત સમસ્યા માટે લાભકારી છે. તેનાથી આંતરડાને આરામ મળે છે. સાથે જ પેટ ફુલવું, ગેસ, પાચન સંબંધિત ક્રિયા સુચારુ રીતે થાય તેમાં પણ મદદ કરે છે. જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચન સારી રીતે થાય છે.
આ પણ વાંચો: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ
જીરું
ભારતીય ભોજન જીરા વિના અધુરું છે. જીરું પિત્ત ઉત્પાદન વધારે છે. તે પાચનમાં મદદ કરે છે. નિયમિત સેવનથી તે સોજાથી રાહત આપે છે. જીરું પોષક તત્વોના અવશોષણમાં સુધારો કરે છે. જીરું આયરનનો સારો સોર્સ છે.
આ પણ વાંચો: Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?
ધાણા
ધાણાના બી પાચનમાં મદદ કરે છે. તેનાથી સોજા ઓછા થાય છે અને લિવર તેમજ આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે. ધાણાના બી પાચન તંત્ર માટે લાભકારી સાબિત થાય છે.
આ પણ વાંચો: સ્કિન પર આ રીતે દેખાય છે બ્લડ કેન્સરના શરુઆતી લક્ષણો, સમયસર ઈલાજથી કેન્સરમાં બચી શકે
અજમા
આયુર્વેદમાં અજમાને ગેસ અને સોજાથી રાહત આપનાર ગણાવેલો છે. જમ્યા પછી અજમો ખાવાથી અપચો થતો નથી. ગટ હેલ્થ સંબંધિત સમસ્યામાં અજમો ડાયટમાં સામેલ કરવો જોઈએ.
આ પણ વાંચો: ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
કાળા મરી
કાળા મરીનો સ્વાદ તીખો હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે કાળા મરી સૌથી સારા છે. આ મસાલામાં પિપેરિન હોય છે. આ મસાલો પાચન સુધારે છે. સાથે જ તે પોષકતત્વોના અવશોષણમાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે