Home> Health
Advertisement
Prev
Next

Heart Attack: હાર્ટ એટેકના 30 દિવસ પહેલાં શરીરમાં જોવા મળે છે આ 7 લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

Heart Attack : હાર્ટ એટેકના શરૂઆતથી સંકેતને જો સમજી લેવામાં આવે તો જીવ બચી જાય છે. તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં એવા 7 લક્ષણો વિશે જણાવ્યું છે જે શરીરમાં લગભગ એક મહિના પહેલાથી જોવા મળે છે. જો તમે આ લક્ષણોને સમજી શકશો તો હાર્ટએટેકથી બચી શકો છો. તમારું શરીર તમને સંકેતો આપે છે આ સંકેતો તમારે સમજી લેવાની ખાસ જરૂર છે. 

Heart Attack: હાર્ટ એટેકના 30 દિવસ પહેલાં શરીરમાં જોવા મળે છે આ 7 લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

Heart Attack : હાર્ટ એટેક એક જીવલેણ મેડિકલ કન્ડિશન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર વર્ષે દુનિયાભરમાં 17.9 મિલિયન લોકો કાર્ડ્યોવેસ્ક્યુલર ડિસીઝના કારણે મોતને ભેટે છે. જેમાં પાંચમાંથી ચારના મોત હાર્ટ અટેકના કારણે થયા હોય છે. કોરોના બાદ આ કેસોમાં સખત વધારો થયો છે. લોકો હાલતા ચાલતા મોતને ભેટે છે. હવે હાર્ટએટેક એ સામાન્ય રહ્યો નથી. જેને પગલે તમારે પણ આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. 

fallbacks

ડોક્ટરની સલાહ લેવાની જરૂર

તમારા શરીરમાં ફેરફાર થાય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. કાર્ડિયાક એરેસ્ટના કેસો પણ વધી રહ્યાં છે. જેમાં તાત્કાલિક સારવાર માટે લઈ ન જવાય તો મોતની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. આમ લોકોએ આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. 

શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગે છે

મોટાભાગના લોકો એવું માને છે કે હાર્ટ એટેક અચાનક આવે છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. હાર્ટ એટેક આવવાનો હોય તેના એક મહિના પહેલાથી શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગે છે. એટલે કે શરીરમાં કેટલીક પ્રોસેસ થાય છે. હાર્ટ એટેકના શરૂઆતથી સંકેતને જો સમજી લેવામાં આવે તો જીવ બચી જાય છે. તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં એવા 7 લક્ષણો વિશે જણાવ્યું છે જે શરીરમાં લગભગ એક મહિના પહેલાથી જોવા મળે છે.

આ પણ વાંચો: મોટી મોટી બીમારીથી બચાવી લે છે એક ગ્લાસ મેથીનું પાણી, આ રીતે કરવું તૈયાર

આ રિસર્ચમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી 41% લોકોને એક મહિના પહેલાંથી જ શરીરમાં કેટલાક લક્ષણો અનુભવાતા હતા. ત્યાર પછી તેમને હાર્ટ એટેકની સારવાર કરાવવાની જરૂર પડી.

હાર્ટ અટેકના શરૂઆતી લક્ષણો

આ પણ વાંચો: Herbs For Summer: ઉનાળામાં રોજ ખાવી આ 5 વસ્તુઓ, ગરમીમાં પણ શરીર અંદરથી રહેશે Cool

છાતીમાં દુખાવો
છાતીમાં ભારેપણું
ધબકારા વધી જવા
શ્વાસ લેવામાં સમસ્યા
છાતીમાં બળતરા
થાક લાગવો
ઊંઘ સંબંધિત સમસ્યા

આ પણ વાંચો: ઉનાળામાં પીવો આ 5 ડ્રિંક્સ, નહીં થાય ડિહાઈડ્રેશન, જાણો દેશી વસ્તુના ફાયદા

પુરુષોની સરખામણીમાં મહિલાઓને હાર્ટ અટેક પહેલાં આ લક્ષણ વધારે જોવા મળે છે. 50 ટકા મહિલાઓને હાર્ટ એટેક આવતા પહેલાં ઊંઘ સંબંધિત સમસ્યા થાય છે. છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે જે પુરુષોમાં અને મહિલાઓમાં સમાન રીતે જોવા મળે છે. આ તમારે ખાસ સાવચેત રહેવાની જરૂર છે. ઘરમાં પણ કોઈ વ્યક્તિ આ મામલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરે તો તેમને તબીબ પાસે ચેક કરાવવાની સલાહ જરૂર આપો...

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More