Reduced High Cholesterol: આજના સમયમાં મોટાભાગના લોકો હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓથી પીડાય રહ્યા હોય છે. ખાસ કરીને કોલેસ્ટ્રોલની સમસ્યા નાની ઉંમરમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ સમસ્યા જીવનશૈલી સંબંધિત છે. તેનું મુખ્ય કારણ છે કે લોકોની જીવનશૈલી બેઠાળુ થઈ ગઈ છે અને આહાર અનહેલ્ધી. શારીરિક પ્રવૃતિનો અભાવ અને ફાસ્ટ ફૂડના સેવનના કારણે કોલેસ્ટ્રોલ વધે છે.
આ પણ વાંચો:
કાકડી-ટમેટા સહિત આ સલાડ કોમ્બીનેશન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, શરીર પર થશે ગંભીર અસર
તડકાના કારણે વારંવાર દુખતું હોય માથું તો આ 5 ઘરગથ્થુ ઉપાય તમને આપશે તુરંત રાહત
ફળ કાપી તેના પર ખાંડ અથવા મીઠું ઉમેરી ખાવું જોખમી, સ્વાસ્થ્યને થાય છે નુકસાન
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેના કારણે ધમનીઓમાં પ્લાક જમા થઈ જાય છે જે રક્તને હૃદય સુધી પહોંચતું અટકાવે છે. આ સ્થિતિમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પરંતુ જો તમે સમયસર જીવનશૈલીમાં ફેરફાર કરો અને આહાર પર ધ્યાન આપો તો આ સ્થિતિને કંટ્રોલ કરી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.
સંશોધનમાં પણ સાબિત થયું છે કે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ચણા, લીલા શાકભાજી, લીલા વટાણા, કઠોળ જેવા ખોરાક લેવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. ખાસ કરીને સત્તુનું સેવન લાભકારી માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે દરરોજ એક ગ્લાસ સત્તુનું સેવન કરો છો તો હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે. આ સિવાય બદામ પણ હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં રામબાણ સાબિત થઈ શકે છે.
તેવામાં બે થી ચાર બદામને પીસી અને એક ગ્લાસ સત્તુમાં તેને મિક્સ કરી તેને પીવામાં આવે તો બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. ખાસ વાત એ છે કે સત્તુમાં પ્રોટીન વધારે હોય છે જેના કારણે શરીરને એનર્જી પણ મળે છે. જો રોજ સવારે તમે તેને પીઓ છો ચો લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જેના કારણે વજન પણ ઘટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે