Dry Eyes Problem: જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે શરીરમાં ઘણા બધા ફેરફાર થવા લાગે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં આંખને લગતી કેટલીક સમસ્યાનો સામનો વધારે કરવો પડે છે. ગરમીના દિવસોમાં આંખ ઉપર ખરાબ પ્રભાવ વધારે પડે છે. શુષ્ક હવાના કારણે આંખમાં બળતરા અને ખંજવાળ જેવી પરેશાની થવા લાગે છે. આ સમય દરમિયાન આંખ વધારે પ્રમાણમાં ડ્રાય થઈ જાય છે ત્યારે પણ તકલીફ પડે છે. આજના સમયમાં મોટાભાગના લોકોને લેપટોપ કે કોમ્પ્યુટરની સામે કલાકો સુધી બેસીને કામ કરવું પડે છે. તેવામાં ડ્રાય આઈસ ની તકલીફ વધારે પ્રમાણમાં થાય છે. આજે તમને આ સમસ્યાથી છુટકારો અપાવે તેવી ઘરગથ્થુ ટિપ્સ વિશે જણાવીએ.
આ પણ વાંચો:
ગરમીમાં રોજ ખાવું એક વાટકી દહીં, શરીરને થશે આ 4 જોરદાર લાભ
ઉનાળામાં આ વસ્તુઓનું કરો સેવન, શરીરનું સુધરશે સ્વાસ્થ્ય અને મળશે એનર્જી
સ્વાદમાં ખાટ્ટી પણ લૂ થી રાહત આપતી કાચી કેરી ખાવાથી થાય છે શરીરને અનેક ફાયદાઓ
પૂરતા પ્રમાણમાં પાણી પીવું
ઉનાળા દરમિયાન શરીરની પાણીની જરૂરિયાત વધારે હોય. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી તો તેની અસર આંખને પણ થાય છે. શરીરમાં પાણીનો અભાવ આંખની ડ્રાયનેસનું કારણ બની શકે છે. તેથી આંખની ડ્રાયનેસથી બચવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો.
આંખોમાં ગુલાબજળ નાખો
જો તમારી આંખમાં બળતરા થતી હોય તો તમે આંખમાં ગુલાબજળના ડ્રોપ્સ નાખી શકો છો. તેનાથી આંખની સફાઈ થશે અને ખંજવાળ બળતરા કેવી તકલીફથી મુક્તિ મળશે. સાથે જ આંખની ડ્રાયનેસ પણ દૂર થશે.
આંખને ન લગાડો હાથ
આંખમાં ખંજવાળ આવે કે બળતરા થતી હોય તો હાથ સાફ કર્યા વિના ક્યારેય આંખને ખંજવાળવી નહીં. આંખમાં બળતરા થી બચવું હોય તો ભૂલથી પણ આંખને અડવી નહીં. તેના બદલે થોડા થોડા સમયે આંખને ઠંડા પાણીથી ધોઈ લેવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે