Home> Health
Advertisement
Prev
Next

Kidney Health: આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ અને કિડનીમાં પથરી પણ નહીં બને


Kidney Health: કિડની ફંકશનને બુસ્ટ કરે તેવી વસ્તુઓ આહારમાં સામેલ કરી શકાય છે. આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ખાવાથી કિડની સારી રીતે ફંકશન કરે છે. આ વસ્તુઓ ખાવાથી પથરી થવાનું અને યુરિક એસિડ વધવાનું જોખમ ઘટે છે.
 

Kidney Health: આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ અને કિડનીમાં પથરી પણ નહીં બને

Kidney Health: કિડની શરીરનું સૌથી મહત્વનું અંગ છે. કિડની લોહીમાંથી ટોક્સિન અલગ કરી શરીરમાંથી બહાર કરવાનું કામ કરે છે. કિડની બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં, પાણી અને મિનરલ્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી જરૂરી છે કે કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે. 

fallbacks

આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં વધે છે સાપ કરડવાનું જોખમ, જાણો સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું?

એવી 3 વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ કિડનીની સપોર્ટ સિસ્ટમને બુસ્ટ કરે છે. આ ફુડને ડાયટમાં સામેલ કરવાથી કિડનીની કાર્યક્ષમતા સુધારી શકાય છે. આ ફુડ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ આ 3 ફુડ કયા છે અને તે કિડનીને કેવી રીતે ફાયદો કરે.

આ પણ વાંચો: મોઢામાં કેન્સર થયું હોય તો શરુઆતમાં દેખાય આ 8 સંકેત, સામાન્ય ગણી ઈગ્નોર ન કરવા

કાકડી

કાકડી શરીરને હાઈડ્રેટ કરવા માટે બેસ્ટ ફુડ છે. તેમાં 95 ટકા પાણી હોય છે જે શરીરના ઝેરી તત્વ જેમકે ક્રિએટિનિન અને યૂરિક એસિડને બહાર કાઢવમાં મદદ કરે છે. કાકડીમાં કેલેરી ઓછી હોય છે. તેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કાકડીને સલાડ કરીકે, ડિટોક્સ વોટર સાથે કે પછી તેનું જ્યુસ બનાવીને ડાયટમાં સામેલ કરી શકાય છે. કાકડીનું સેવન નિયમિત કરવાથી કિડનીને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. 

આ પણ વાંચો: લીવરને સડતા બચાવવું હોય તો આ રીતે ખાવી હળદર, આ ઉપાય ફેટી લીવરમાં કરશે ફાયદો

લીંબુ

લીંબુ ડાયટમાં સામેલ કરવાથી કિડનીને ફાયદો થાય છે. વિટામિન સી અને આઈટ્રેટ યૂરિનમાં સાઈટ્રેટની માત્રા વધારે કિડની સ્ટોન બનવાથી અટકાવે છે. રિસર્ચ અનુસાર રોજ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી પથરીનું જોખમ ઘટે છે. જો કે જે લોકોને એસિડિટી કે પેટની સમસ્યા હોય તેમણે લીંબુનો રસ પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

આ પણ વાંચો: ત્રિફળાનું પાણી પીવાના 5 જબરદસ્ત ફાયદા, પેટ સાફ કરવાથી લઈ વજન ઘટાડવામાં કરશે મદદ

અજમાના પાન

અજમાના પાન એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. તે કિડનીને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. તેમાં એપિજેનિન, લ્યૂટોલિન અને ફ્લેવોનોઈડ હોય છે. જે સોજા, ઈન્ફેકશનથી લડવામાં મદદ કરે છે. એક સ્ટડી અનુસાર અજમાના પાનનું સેવન કરવાથી મેટાબોલિક બાયોમાર્કર્સ સુધરે છે અને કિડની ફંકશન વધારવામાં અને બેક્ટેરિયા તેમજ ફંગલ ગ્રોથ રોકવામાં મદદગાર હોય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More