Home> Health
Advertisement
Prev
Next

હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે આ શાકભાજી, સુગર કંટ્રોલ કરવામાં પણ કરશે મદદ

Heart Disease: ભારતમાં લોકોની ખાવાની આદતો એટલી બધી બિનઆરોગ્યપ્રદ છે કે તેના કારણે હૃદય અને પેટના રોગોનો ભય હંમેશા રહે છે, પરંતુ એક ખાસ શાકભાજી ખાવાથી આ સમસ્યાઓનો તણાવ દૂર કરી શકાય છે.
 

હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે આ શાકભાજી, સુગર કંટ્રોલ કરવામાં પણ કરશે મદદ

Taro Root Benefits: અરબીનું શાક ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી હોય છે. ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે. તમે આ શાકભાજીના સેવનથી ઘણી બીમારીઓમાં બચી શકો છો. ઈંગ્લિશમાં તેને 'ટારો રૂટ' કહેવામાં આવે છે. તેમાં ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે. ભારતના જાણીતા ન્યૂટ્રીશન એક્સપર્ટ નિખિલ વત્સ (Nikhil Vats) એ જણાવ્યું કે અરબી ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.

fallbacks

અરબીનું શાક ખાવાના છ ફાયદા
1. હાર્ટની બીમારી અને કેન્સરનું જોખમ ઘટશે

અરબી (Taro Root) માં એન્ટીઓક્સીડેન્ટ્સ, પોટેશિયમ, મેગ્નીશિયમ, વિટામિન સી, ઈ હોય છે. તેને ડાયટમાં સામેલ કરી તમે હાર્ટ રોગ અને કેન્સર જેવી બીમારીના ખતરાને ઘટાડી શકો છો.

2. બ્લડ સુગર લેવલ થશે કંટ્રોલ
અરબીમાં સ્ટાર્ચની ભરપૂર માત્રા હોય છે અને બે પ્રકારના કાર્બોહાઇડ્રેટ હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે. અરબીનું સેવન પાચન અને કાર્બોહાઇડ્રેટ્સનું અવશોષણ ધીમું કરે છે અને ભોજન બાદ તત્કાલ બ્લડ સુગર વધવાને રોકે છે.

આ પણ વાંચોઃ Frozen Matar: ફ્રોઝન વટાણા ખાવાથી પાચનથી લઈ શરીરને થઈ શકે છે આ 5 ગંભીર નુકસાન

3. ઇમ્યુનિટી વધારે
પોષક તત્વોથી ભરપૂર અરબીનું સેવન કરવાથી ઇમ્યુનિટી પણ મજબૂત થશે. તેમાં રહેલ વિસામિન સી એક એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં કામ કરે છે, જેનાથી ઇમ્યુનિટી વધારવામાં મદદ મળે છે.

4. વજન ઘટાડવામાં ઉપયોગી
અરબી વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. તેને ખાવાથી લાંબા સમય સુધી તમારૂ બેટ ભરેલું રહે છે, જેથી દિવસભરની કેલેરી ઇનટેકને ઘટાડવામાં મદદ મળે છે, અરબીમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. એટલે તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો આ શાકને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

5. પેટ સાથે જોડાયેલી સમસ્યા થશે દૂર
અરબીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તે પાચનતંત્રને ઠીક કરે છે. સાથે તેમાં ગેસ, કબજીયાત અને ઝાડાની સમસ્યા દૂર થાય છે.

6. આંખનું તેજ વધશે
અરબી આંખના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટ્રી ગુણોની સાથે વિટામિન એ અને સી જેવા તત્વો હોય છે, જે આંખની રોશની વધારવામાં મદદરૂપ છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More