Home> Health
Advertisement
Prev
Next

અસ્થમાના દર્દીઓને હાર્ટ એટેકથી બચાવશે આ ચાર વસ્તુ, આજથી જ ડાયટમાં કરો સામેલ

કોરોના સમયગાળા દરમિયાન, અસ્થમાના દર્દીઓએ પોતાની જાતની વધુ કાળજી લેવી જરૂરી છે. અસ્થમામાં શ્વાસ લેવામાં, છાતીમાં દુખાવો, ખાંસી જેવી અનેક મુશ્કેલી આવે છે. એટેક આવવાનું મુખ્ય કારણ શરીરમાં હાજર મ્યુકસ અને સાંકડી શ્વાસનળી છે. આ રોગના દર્દીઓને ઇન્હેલર લેવાનું કહેવામાં આવે છે. આ સિવાય અસ્થમાના દર્દીઓએ પણ સ્વસ્થ આહાર લેવો જોઈએ.

અસ્થમાના દર્દીઓને હાર્ટ એટેકથી બચાવશે આ ચાર વસ્તુ, આજથી જ ડાયટમાં કરો સામેલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે અસ્થમાના દર્દી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ સમાચારમાં, અમે તમારા માટે આવી જ કેટલીક બાબતો વિશે માહિતી આપી રહ્યા છીએ, તેનું સેવન તમને આ રોગના આક્રમણથી બચાવે છે અને સ્વસ્થ પણ રાખશે. આરોગ્ય નિષ્ણાતોના મતે, અસ્થમા એ એક રોગ છે જે વ્યક્તિને અંદરથી ઇજા પહોંચાડે છે. અસ્થમાના હુમલાને લીધે, વ્યક્તિ અંદરથી સંપૂર્ણપણે તૂટી જાય છે.

fallbacks

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

કોરોના સમયગાળા દરમિયાન, અસ્થમાના દર્દીઓએ પોતાની જાતની વધુ કાળજી લેવી જરૂરી છે. અસ્થમામાં શ્વાસ લેવામાં, છાતીમાં દુખાવો, ખાંસી જેવી અનેક મુશ્કેલી આવે છે. એટેક આવવાનું મુખ્ય કારણ શરીરમાં હાજર મ્યુકસ અને સાંકડી શ્વાસનળી છે. આ રોગના દર્દીઓને ઇન્હેલર લેવાનું કહેવામાં આવે છે. આ સિવાય અસ્થમાના દર્દીઓએ પણ સ્વસ્થ આહાર લેવો જોઈએ.

ગોપી બહૂના ઠુમકા જોઈને ચાહકોના ઉડી ગયા હોશ, સંસ્કારી બહૂના બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ!

શું છે અસ્થમા?
પહેલા ચાલો જોઈએ અસ્થમા શું છે? અસ્થમા ફેફસાંનો રોગ છે, જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જ્યારે પણ કોઈ અસ્થમાથી પીડાય છે, ત્યારે વાયુમાર્ગમાં સોજો વધે છે, જે શ્વસન માર્ગને સંકુચિત બનાવે છે. વાયુમાર્ગ એટલે કે હવા શ્વાસનળીની નળીઓ દ્વારા ફેફસાંની અંદર અને બહાર જાય છે, પરંતુ જ્યારે આ વાયુમાર્ગ ફૂલી જાય છે ત્યારે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેથી છાતીમાં ઘભરાહટ શરૂ થાય છે.

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

અસ્થમાના દર્દી ખાઓ આ વસ્તુઓઃ
1) મધ અને તજ:
અસ્થમાના દર્દીઓ માટે મધ અને તજનું સેવન ખૂબ ફાયદાકારક છે. રાત્રે ઉંઘતા પહેલા એક ચમચી મધને બેથી ત્રણ ચપટી તજ સાથે નિયમિત સેવન કરવાથી ફેફસામાં રાહત મળે છે.

2) વિટામિન સી ખોરાક:
વિટામિન સીથી ભરપૂર ખોરાક અસ્થમાના દર્દીઓ માટે લેવો જોઈએ, કારણ કે તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ ભરપૂર હોય છે, જે ફેફસાંને બચાવવા અને તેને મજબૂત કરવામાં મદદગાર છે.

3) તુલસી પણ ફાયદાકારક છે:
અસ્થમાના દર્દીઓ માટે તુલસી ખૂબ ફાયદાકારક છે. તુલસી આયુર્વેદિક દવા તરીકે ઓળખાય છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં  બેથી ત્રણ તુલસીના પાન પીવાથી અસ્થમાના દર્દીઓમાં હુમલો થવાનું જોખમ ઓછું થઈ શકે છે.

4) નિયમિત દાળનું સેવન કરો:
વિવિધ પ્રકારના કઠોળ પ્રોટીનનો સ્રોત માનવામાં આવે છે. કાળા ચણા, મગની દાળ, સોયાબીન અને એવી ઘણી અન્ય કઠોળ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ કઠોળ ફેફસાંને મજબૂત બનાવે છે અને ચેપથી બચાવે છે. આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ નિયમિતપણે કઠોળનું સેવન કરવું જોઈએ.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

ક્યાંક તમે પણ નથી ને Insomnia ના શિકાર? જલ્દી થઈ શકે છે મોત, સ્ટડીમાં થયો મોટો ખુલાસો

Gully Boy કેમ અચાનક બની ગયો 'ગે'? જુઓ Ranveer Singh ના દિદાર, હવે Deepika નું શું થશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More